બ્લડ ડોનેટ કરવાથી માત્ર બીજાને જ નહીં, તમને પણ ફાયદો થશે જોરદાર

બ્લડ ડોનેટ કરવાથી માત્ર બીજાને જ નહીં, તમને પણ ફાયદો થશે

રક્તદાનની સલાહ

હંમેશા લોકોને બ્લડ ડોનેટ કરવાની સલાહ આપવામાં આવતી હોય છે. તમારા રક્તદાનને કારણે કોઈનું જીવન બચી શકે છે. પરંતુ ઘણાં લોકોને ડર હોય છે કે રક્તદાન કરવાથી શરીરમાં બીમારી આવે છે. અશક્તિ થઈ જાય છે.

દૂર કરો ભ્રમ

તમને જણાવી દઈએ કે બ્લડ ડોનેટ કરવાથી બીમારી કે અશક્તિ નથી આવતી, ઉપરથી બ્લડ ડોનેટ કરનાર વ્યક્તિને પણ અમુક ફાયદા થાય છે.

હાર્ટ અટેકની સંભાવના

બ્લડ ડોનેટ કરવાથી હાર્ટ અટેકની સંભાવના ઓછી થાય છે. કારણકે રક્તદાન કરવાથી લોહી અમુક પ્રમાણમાં પાતળું થઈ જાય છે અને તેનાથી લોહી ગંઠાઈ જવાની કે બ્લોકેજની સમસ્યાઓ નથી ઉભી થતી.

તંદુરસ્તી

વર્ષમાં ઓછામાં ઓછું 2 વાર બ્લડ ડોનેટ કરવાની સલાહ આપવામાં આવે છે. બ્લડ ડોનેટ કર્યા પછી શરીરમાં નવા બ્લડ સેલ્સ બને છે. જેનાથી શરીરમાં તંદુરસ્તી આવે છે.

લિવરની સમસ્યાઓથી રાહત

શરીરમાં વધારે પ્રમાણમાં આયર્ન હોય તો તે લિવર પર પ્રેશર નાખે છે. રક્તદાન કરવાથી આયર્નનું પ્રમાણ બેલેન્સ થઈ જાય છે. અને લિવરને લગતી સમસ્યાઓથી રાહત મળે છે.

આ વાતોનું ધ્યાન રાખો

18 વર્ષની ઉંમર પછી જ રક્તદાન કરો. રક્તદાતાનું વજન 45 થી 50 કિલોગ્રામથી ઓછું ન હોય. રક્તદાન કર્યાના 24 કલાક પહેલાથી કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહો. મેડિકલ તપાસ કર્યા પછી જ રક્તદાન કરો અને સુનિશ્ચિત કરો કે તમને કોઈ બીમારી ન હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here