અહીં પૈસા ડાયરેક્ટ શહીદોના પરિવારોના બેન્ક એકાઉન્ટમાં જાય છે, 15 લાખ રૂપિયા સુધી કરી શકો છો ડોનેટ

ગુરુવારે જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહેદ થયા છે. ઘણા જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્થ પણ થયા છે. સમગ્ર દેશ શહીદ જવાનોને શ્રદ્ધાંજિલી આપી રહ્યો છે. તેવામાં જો તમે પણ તેમને નમન કરવા માંગો છો તો તમે તેમના પરિવારો માટે ડોનેશન કરી શકો છો.

તેના માટે તમે Bharat Ke Veer એપ અથવા bharatkeveer.gov.in વેબસાઇટ પર જઇ શકો છો. તમે એક શહીદ પરિવારને 15 લાખ રૂપિયા સુધી ડોનેટ કરી શકો છો.

અહીં પૈસા ડાયરેક્ટ શહીદોના પરિવારોના બેન્ક એકાઉન્ટમાં જાય છે, 15 લાખ રૂપિયા સુધી કરી શકો છો ડોનેટ.

2017 માં લોન્ચ થઇ હતી વેબસાઇટ.

હોમ મિનિસ્ટ્રીએ 2017 માં Bharat Ke Veer વેબસાઇટ અને એપને લોન્ચ કરી હતી તે સમયે બોલીવુડનો સુપર સ્ટાર અક્ષય કુમાર પણ હાજર રહ્યો હતો. લોંચ હેતુ હતો કે દેશની જનતા પૈસા ડોનેટ કરી જવાનોના પરિવારોની મદદ કરી શકે.

તેમા તમે બે પ્રકારથી ડોનેશન કરી શકો છો. કોઇ એક શહીદ જવાનના એકાઉન્ટમાં અથવા ‘ભારત કે વીર’ ફંડમાં. આ વેબસાઇટ અથવા એપમાં ડોનેશન આપી તમે સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સ (CRPF), બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF), સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) સશસ્ત્ર સીમા દળ (SSB), આસામ રાયફલ્સ (AR), ઇન્ડો-તિબ્બત બોર્ડ પોલિસ (ITBP), નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સ (NSG) ના શહીદોના પરિવારોની મદદ કરી શકો છો.

આ રીતે કરો ડોનેશન

તમે આ એપને પોતાના ફોનમાં ડાઉનલોડ કરી શકો છો અથવા Bharat Ke Veer વેબસાઇટ દ્વારા પોતાનં યોગદાન આપી શકો છો.

આ વેબસાઇટ પર કરવામાં આવતું ડોનેશન ડાયરેક્ટ શહીદ થયેલા સૈનિકોના પરિવારના બેન્ક એકાઉન્ટમાં જાય છે. વેબસાઇટ ખોલતી વખતે ધ્યાન રાખો કે તેના એડ્રેસમાં gov.in છે કે નહીં. જો યૂઆરએલમાં gov.in સિવાય અન્ય કઇ દેખાય તો તે સાઇટ પર ડોનેશન ના કરો.

Bharat Ke Veer ફંડમાં ફેબ્રુઆરી સુધી 45.32 કરોડ રૂપિયા રિસીવ થયા છે.

જો તમે આ શહીદ સૈનિકો ને મદદ કરી શકવા સક્ષમ હોઈ તો જરૂર મદદરૂપ થજો. આપણે સેના માં ભરતી ના થઈ શકીએ તો આ રીતે આપણે આપણા માટે જીવ આપી દેતા સૈનિકો ને મદદ તો કરી જ શકીએ. વધુ નહિ તો 100 રૂપિયા પણ આ સૈનિકો ને અચૂક આપજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here