બાઈક રાઈડિંગની મજા માણવી હોય તો પહોંચી જાવ આ રોડ પર

રાઈડિંગ માટેનો બેસ્ટ રોડ

દમદાર બાઈક હોય અને બાઈક પર લોંગ ડ્રાઈવ સાથે કંઈક એડવેન્ચર કરવું હોય તો દરેક વ્યક્તિ સારા  રોડ ક્યાં છે તે અંગે વિચારતું હશે. આ ઉપરાંત ઓછું જોખમ અને સેફ રાઈડ પણ મળવી જરુરી છે. રાજસ્થાનના જયપુર શહેરનું નામ આવે એટલે સૌ પ્રથમ દિમાગમાં હવા મહેલ અને કિલ્લાઓનો ફોટો નજરમાં આવે. ત્યાર બાદ દિમાંગમાં આવે શોપિંગ માટેના બજાર, રાજસ્થાની ડ્રેસ અને હસ્તકલાની કલાકૃતિઓ. આ સિવાય પણ જયપુરના બે રસ્તાઓ બાઈક રાઈડિંગ માટે શાનદાર છે. રસ્તાને બંને તરફ ટુરિસ્ટ સ્પોટ અને ચારેય બાજુ સુંદર નજારો એક વખત માણવા જેવો છે.

સ્ટાર્ટિંગ પોઈન્ટ

જયપુર ફરવા ગયા હોવ તો પણ બાઈક રાઈડિંગની મજા લઈ શકાય છે. જેની શરુઆત હવા મહેલથી કરી શકાય છે. થોડી ભીડનો સામનો કરવો પડશે ત્યાર બાદ અનોખો નજારો જોવા મળશે. આ સિવાય હવા  મહેલ પાસેથી પણ બાઈક પરનો ફોટો ક્લિક કરી શકાય છે.

જયપુરની રાણીઓની યાદ આવી જશે

રાની કી છતરી નામથી જાણીતી આ જગ્યા જયપુરના રાજઘરાનાની રાણીઓની યાદ અપાવી દેશે. અહીં રાણીઓની છતરીઓ બનેલી છે. અહીં પ્રવાસીઓ થોડો સમય આરામ કરી શકે છે. ફોટો પણ પાડી શકે છે. આસપાસનું લોકેશન મસ્ત હોવાને કારણે ફોટા પણ સારા આવશે અને નવી મેમરી પણ બની રહેશે

જલ મહેલ

રાની છતરીથી આગળ જતા બાઈકની સ્પીડ તમે ધીમી કરી દેશો. કારણ કે જલ મહેલની સુંદરતા અને આસપાસનો નજારો મંત્રમુગ્ધ કરી દેશે. ખાસ કરીને રાત્રીના સમયે આ લોકેશનનો નજારો એક વખત માણવા જેવો છે. અહીં થોડો સમય આરામ કરીને તમે આગળ વધી શકો છો. જલમહેલની આસપાસ પણ ફોટા પાડવા માટેની બેસ્ટ જગ્યાઓ છે.

કનકઘાટી

જલ મહેલથી આગળ જતા સુંદર, શાંત અને એકદમ સ્વચ્છ એક જગ્યા આવે છે તેનું નામ છે કનકઘાટી. જ્યાં યુગલો તથા નવપરણિતો ફોટા પડાવવા માટે તથા શાંતિથી બેસીને વાતો કરવા માટે જાય છે. જયપુર ફરવા જાવ ત્યારે પણ આ લોકેશન પર એક વખત અચૂક આંટો મારવા જેવો છે.

આમેર ફોર્ટ

રાજવી ઠાઠમાઠ અને કલાકારીગીરીનો અનોખો સંગમ એટલે આમેર ફોર્ટ. જે બાહરથી જ નહીં પણ અંદરથી પણ એટલો ભવ્ય છે. એક તરફ ઊંચા પહાડ અને બીજી તરફ વિશાળ દિવાલ આ સાથે બીજી બાજુ માનસરોવર તળાવ. આ લોકેશન જ દિલ જીતી લે તેવું છે.

અહીંથી બીજી શરુઆત

બીજી વખતના તબક્કામાં બાઈક રાઈડિંગ અલબર્ટ હોલથી શરુ કરી શકાય છે. ત્યાંથી ત્રિમૂર્તિ સર્કલથી ગાંધી સર્કલ અને વર્લ્ડ ટ્રેડ પાર્ક સુધી બાઈક ચલાવી શકાય છે. જોકે, જયપુર પેલેસથી ઓળખાતા આ પેલેસમાં પણ એક વખત આંટો મારવા જેવો છે.

વર્લ્ડ ટ્રેડ પાર્ક

બાઈક લઈને અહીં સુધી પહોંચ્યા બાદ અહીં એન્જોય કરવા માટે ઘણુ બઘુ છે, આ સિવાય અહીં ફાસ્ટફૂડની મજા પણ માણી શકાય છે. દિવસભરની બાઈક રાઈડિંગ બાદ અહીં રીફ્રેશ થઈ શકાય છે. જયપુર ફરવાનો પ્લાન હોય તો આ જગ્યા ચૂકવા જેવી નથી.

નહેરું પાર્ક

આલ્બર્ટ હોલથી શરુ કરેલું બાઈક રાઈડિંગ જવાહર સર્કલ અથવા તે નહેરું પાર્ક પાસે પૂર્ણ કરી શકાય છે. આ ઉપરાંત હજું પણ જો બાઈક રાઈડિંગની મજા લેવી હોય તો છેક એરપોર્ટ સુધી જઈ શકાય છે. આ રાઈડ દરમિયાન સમય અને થોડી ભીડનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. વહેલી સવારે અથવા તો મોડી રાત સુધી આ લોકેશન પર બાઈક રાઈડ કરી શકાય છે. પણ સાથે થોડું એન્જોય કરવું હોય અને નજારા જોવા હોય તો સવારનો સમય બેસ્ટ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here