શિયાળામાં લિપ્સ વધુ ડ્રાય થઈ જાય છે તેના માટે આ ઘરેલૂ સ્ક્રબ લગાવી જુઓ
શિયાળામાં હોઠ વારંવાર સુકાઈને ફાટી જાય છે, કાળા અને ડલ પડવા લાગે છે એવામાં બજારમાં મળતાં કેમિકલવાળા પ્રોડક્ટ્સ હોઠ પર લગાવવાથી ફાયદા ઓછાં અને નુકસાન વધુ થાય છે. જેથી હોઠને કોમળ અને ગુલાબી રાખવા માટે ઘરે જ કુદરતી વસ્તુઓમાંથી સ્ક્રબ બનાવી શકો છો. તો જાણી લો એકદમ સરળ રીતે બનતા સ્ક્રબ વિશે.
મધ અને ખાંડનું લિપ સ્ક્રબ:
એક ચમચી ખાંડમાં મધનાં 3-4 ટીપાં ભેળવો. હવે તેને હોઠ પર લગાવી હળવા હાથે બે મિનિટ ઘસો. તે પછી નવશેકા પાણીથી ધોઈને લિપબામ લગાવો.
ઓલિવ ઓઇલ અને શુગર લિપ સ્ક્રબ:
એક ચમચી ખાંડમાં થોડાં ટીપાં ઓલિવ ઓઇલનાં ભેળવો. આનાથી હોઠને સ્ક્રબ કરો. તે પછી હોઠને નવશેકા પાણીથી ધુઓ. આ સ્ક્રબ હોઠને થોડી જ વારમાં મોઇશ્ચરાઇઝ કરશે.
કોફી બીન્સ સ્ક્રબ
તમારા હોઠ ખૂબ જ કોમળ હોય તો સૌથી પહેલાં કોફી બીન્સને બારીક ક્રશ કરી લો. તેમાં થોડું દૂધ ભેળવો. આ કોફી સ્ક્રબથી હોઠને થોડી મિનિટ માટે સ્ક્રબ કરો. તે પછી હોઠને ધોઈ લો. તમારા હોઠ કોમળ થઈ જશે.
તજ અને મધનું સ્ક્રબ
મધ, તજનો ભૂકો અને ઓલિવ ઓઇલ અડધી-અડધી ચમચી ભેળવી સ્ક્રબ તૈયાર કરો. આનાથી હળવા હાથે હોઠને મસાજ કરો. તે પછી નવશેકા પાણીથી ધોઈ લો.
આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:
(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…