નવરાત્રિ 10 ઑક્ટોબરથી શરૂ થઈ રહી છે. આ સાથે આ વર્ષે ફેસ્ટિવ સીઝનની શરૂઆત થશે.
નવરાત્રિ 10 ઑક્ટોબરથી શરૂ થઈ રહી છે. આ સાથે આ વર્ષે ફેસ્ટિવ સીઝનની શરૂઆત થશે. નવરાત્રિમાં વાહન ખરીદવું શુભ માનવામાં આવે છે. ઘણા લોકો પહેલાથી જ કાર બુક કરે છે, જેની ડિલીવરી નવરાત્રિનાં સમય લે છે. આ કારો ગિફ્ટ કરવાથી લઈને વ્યક્તિગત ઉપયોગ કરવા સુધી ખરીદી શકાય છે. આ દરમિયાન કંપનીઓ ઇએમઆઈ ઇન્ટ્રેસ્ટ, ઇન્સ્યોરન્સ અને એક્સેસરીઝ જેવા અનેક ડિસ્કાઉન્ટ પણ આપે છે. અહીં ચાર લાખથી સસ્તી શ્રેષ્ઠ કાર વિશે જાણીએ, જેને આ નવરાત્રિમાં તમે ખરીદી શકો છો.
મારુતિ અલ્ટો સૌથી નાની લોકપ્રિય કારોમાંથી એક છે. આ 24.7 કિમી પ્રતિલિટરનું માઇલજ આપે છે. તેના પ્રારંભિક શરૂઆત કિંમત 2.51 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) છે.
ડેટસન રેડી-ગો 25.17 કિમી પ્રતિલિટરની માઇલેજ આપે છે. તેની શરૂઆત કિંમત 2.56 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે. તાજેતરમાં રેડી-ગો 1.0 નું ઑટોમેટિડ વર્ઝન લોન્ચ થયું, જેની કિંમત 3.81 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) છે.
રેનો ક્વિડમાં સ્ટાઇલિશ આંતરિક છે, બહારથી જોવામાં તે નાની દેખાય છે, પરંતુ તેમાં ઘણી જગ્યા છે. તેમાં 799 સીસીનું 3 સિલિન્ડર એન્જિન લાગેલુ છે, જે તે 25 કિમી પ્રતિલિટરનું માઇલજ આપે છે. રેનો ક્વિડની શરૂઆત કિંમત 2.68 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે.
ટિયાગો એક ગુડ લૂકિંગ હેચબેક છે, જેમાં સ્ટાઇલિશ આંતરિક અને શ્રેષ્ઠ સાધનો આપવામાં આવેલ છે. કદ અને ફિચર્સના કારણે તે સેગમેન્ટનમાં અન્ય કારથી આગળ વધે છે. આ કાર 85 એચપી, 1.2 લિટર એન્જિન સાથે આવે છે. તેની કિંમત 3.26 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) છે. તેની માઇલેજ 23.84 કિમી પ્રતિલિટર (કેપીએલ) છે.