બેંકમાંથી લોન નથી મળી રહી? અપનાવો આ રીત 

બેંકમાંથી લોન નથી મળી રહી? અપનાવો આ રીત

ક્રેડિટ સ્કોર ખરાબ છે? આ રીતે સુધારી શકો છો મોટાભાગે એવું જોવા મળે છે કે તમે લોન માટે અપ્લાય કરો અને બેંક તમારી એપ્લિકેશન રિજેક્ટ કરી નાખે છે.

આ માટે બેંક CIBIL સ્કોરનું કારણ કરી નાખે છે. આપે છે. તમારા નબળા CIBIL સ્કોરથી પરેશાન હોવ તો ચિંતા કરવાની જરૂર નથી. આ રીતે તમારો CIBIL સ્કોર તમે સુધારી શકો છો જેથી બીજીવાર જ્યારે લોન માટે અપ્લાય કરો ત્યારે નિરાશ ન થવું પડે.

સમયસર ચૂકવો EMI અને ક્રેડિટ કાર્ડ ડ્યુઝ

પહેલાથી ચાલી રહેલી કોઈ લોન અથવા ક્રેડિટ કાર્ડના ડ્યુને તેની નિશ્ચિત તારીખે જરૂર ભરી દો. જો આવું કરવામાં મુશ્કેલી પડતી હોય તો અગાઉથી જ બેંકનો સંપર્ક સાધીને લોનને રીસ્ટ્રક્ચર કરાવી લો. ક્રેડિટ કાર્ડના પેમેન્ટ માટે ઓટો પે ઓપ્શનનો યુઝ કરો જેથી તમે ભૂલથી પણ હપ્તો ભરવાનું ચૂકી જાવ નહીં.

ક્રેડિટ કાર્ડનો સમજદારીપૂર્વક કરો ઉપયોગ

પોતાના ક્રેડિટ સ્કોરને ઊંચો રાખવા માટે ક્રેડિટ કાર્ડના બિલની રકમને પૂર્ણરૂપે ભરી દો. તેમજ રોજબરોજના ખર્ચ માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઓછો કરો જેથી પાછળથી વધુ રકમ ભરવાનો વારો ન આવે.

પોતાના ક્રેડિટ રિપોર્ટને કરતા રહો ચેક

એ જરૂરી છે કે પોતાના ક્રેડિટ રિપોર્ટને ચેક કરતા રહો. તેથી જો કોઈ નેગેટિવ એન્ટ્રી હોય તો તેમાં સુધાર કરી શકાય અને તમને જો રિપોર્ટમાં ખામી દેખાય તો તમે ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરોને પણ સવાલ કરી શકો છો.

રકમ હાથમાં આવે કે તરત જ લોનની ચૂકવણી કરો

જ્યારે પણ પૂરતું ફંડ હાથમાં આવે કે તરત લોનની ચૂકવણી કરો. આ માટે પ્રાયોરિટીમાં પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડના બાકી રહેતી રકમને પ્રાથમિક્તા આપો. ત્યારબાદ બીજા નંબરે હોમ લોન અને કાર લોનને રાખો.

આ બાબતનું પણ રાખો ધ્યાન

  • સુરક્ષિત અને અસુરક્ષિત લોન વચ્ચે સંતુલન રાખો.
  • કમાણી અને ખર્ચ વચ્ચે બેલેન્સ કરો જેથી યોગ્ય સમયે લોનની ચૂકવણી કરવામાં મુશ્કેલી ન પડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here