સરકારે છેલ્લા 2 વર્ષ માં એક પણ 2000 ની છાપી નથી,તો શું આગામી સમયમાં બંધ થઈ જશે 2000 ની નોટ ,જાણવા માટે અહી ક્લિક કરો.

થોડા વર્ષ પહેલા ભારતમાં ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ બંધ કરવામાં આવી હતી એટલે કે નોટ બંધી કરવામાં આવી હતી. જૂની ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ ને સરકાર દ્વારા લેવામાં આવતી હતી. ત્યારે સમએ નવી નોટ એટલે કે રૂપિયા ૨૦૦૦ ની નવી નોટ બજારમાં ધીમે ધીમે ચલાવવામાં આવી હતી. અને ધીમે ધીમે બીજી બધી નોટ પણ નવી છાપવામાં આવી હતી. અને દરેક લોકો તે નવી નોટ નો ધીમે ધીમે ઉપયોગ કરવામાં આવે છે.

પરંતુ સમય જતાં હવે ૨૦૦૦ની નોટો ધીમે ધીમે બજારમાં ઓછી દેખાય રહી છે. એવું જાણવા મળી રહ્યું છે કે ૨૦૦૦ની નોટો બજારમાં ધીમે ધીમે બંધ થવાની છે તો શું આ સાચું છે કે ખોટું તે આ આર્ટીકલ દ્વારા જાણીએ. શું ૨૦૦૦ ની નવી નોટ બને છે કે નહીં.

અત્યાર ના સમયમાં એટીએમ મશીનમાં પણ હવે રૂ ૨૦૦૦ ની નોટ આવતી નથી. દરેકને મન માં ફક્ત એક જ સવાલ ઉભો થાય છે કે ૨૦૦૦ની નોટો બજારમાં થી ઓછી શા માટે થઈ ગઈ છે સરકાર દ્વારા એવો જવાબ લોકસભામાં આપવામાં આવ્યો છે કે છેલ્લા બે વર્ષમાં એક પણ ૨૦૦૦ની નવી નોટ સરકાર દ્વારા છાપવામાં આવી નથી. રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર દ્વારા પણ સંસદમાં માહિતી આપવામાં આવી છે કે તેમણે નોટ ની છાપકામ અંગે આરબીઆઈ સાથે વાતચીત કર્યા પછી સરકારે આ નિર્ણય લીધો છે.

કેન્દ્ર સરકારનું માનવામાં આવે તો વર્ષ ૨૦૨૦ વર્ષમાં રૂપિયા બે હજારની એક પણ નોટ છાપવામાં આવી નથી અને તેમને છાપવાનું બંધ કરવાનો નિર્ણય પણ સંગ્રહખોરીને રોકવા માટે તે ઉપરાંત કાળા નાણાં પર કબજો મેળવવા માટે આ પ્રકારની નોટો છાપવાનું બંધ કરવામાં આવ્યું છે. એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૮ થી સતત ત્રણ વર્ષ સુધી બે હજાર રૂપિયાની નોટો ના પરિભ્રમણમાં અને બજારના ચલણમાં ખૂબ જ મોટો ઘટાડો થયો છે તે ઉપરાંત આ સમયગાળા દરમિયાન રૂપિયા ૨૦૦ ની અને રૂપિયા ૫૦૦ની પરિભ્રમણમાં સતત વધારો કરવામાં આવ્યો છે.

એપ્રિલ ૨૦૧૯ પછી સરકાર દ્વારા રૂ ૨૦૦૦ ની નવી એક પણ નવી નોટ છાપવામાં આવી નથી. તે ઉપરાંત મંત્રી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં સરકાર દ્વારા રૂપિયા ૨૦૦૦ની નોટો સતત ચલણમાંથી બહાર કરી લેવામાં આવે છે અનુરાગ ઠાકુર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તેમણે ૩૧ માર્ચ ૨૦૧૮ ના રોજ રૂપિયા ૨૦૦૦ ની ૪૦૦ કરોડની નોટોનો ચલણમાં હતી. ત્યાર પછી ૨૬ માર્ચ ૨૦૨૦ ના રોજ તેમની સંખ્યા ઘટી અને ૨૫૦ કરોડ નોટો બજારના ચલણમાં છે.અને હવે ધીમે ધીમે તેનું પ્રમાણ ઘટી રહ્યું છે અને નવી નોટ બજાર માં આવતી નથી.

માર્ચના અંત સુધીમાં ૨૦૦૦ની નોટો ૨૩૩ કરોડ રહેવાની શક્યતા છે નાણામંત્રી દ્વારા સોમવારે સંસદમાં એવો લેખિત જવાબ આપવામાં આવ્યો હતો કે નોટ બંધી ના સમયે જાહેર વ્યવહારોની માગને પહોંચી વળવા માટે આરબીઆઈની સલાહ પ્રમાણે આવડી મોટી રકમ ની નોટ છાપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આરબીઆઈના આદેશ પ્રમાણે વર્ષ ૨૦૧૯-૨૦  અને વર્ષ ૨૦૨૧ માં રૂપિયા ૨૦૦૦ ની એક પણ નોટ છાપવામાં નથી આવી. અને સરકાર ધીમે ધીમે ૨૦૦૦ ની નોટ બંધ કરવા માટે પ્રયાણ કરી રહી છે.

રૂપિયા ૨૦૦ રૂપિયા ૫૦૦ની નોટો બજારમાં વધારવામાં આવી છે. તે ઉપરાંત તેમની માત્રામાં પણ ખૂબ જ વધારો થઈ રહ્યો છે અને સરકાર પોતે જ રૂપિયા ૨૦૦૦ ની નોટ ઉપર કંટ્રોલ લાવવા માગે છે. પરંતુ પબ્લિક પાસેથી ૨૦૦૦ ની નોટ સ્વીકારી લે છે ત્યાર પછી ફરીથી ચલણમાં આવવા દેતી નથી. અને આ રીતે ૨૦૦૦ ની નોટ બંધ કરવામાં આવશે. જેટલી નોટ સરકાર પાસે આવશે તે પછી ચલણ માં આવશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here