આંકડાના આમ તો સેકડો પ્રયોગ આયુર્વેદ શાસ્ત્રમાં મળે છે, આંકડાને આયુર્વેદનું જીવન પણ કહેવામાં આવે છે. તેવા માં આજે અમે તમને એક એવા મહાન પ્રયોગ વિષે જણાવવા જઈ રહેલ છીએ જેનાથી કોઈપણ હરસની તકલીફ હોય તે ૩ થી ૫ દિવસમાં ઠીક થાય છે, તો આવો જાણીએ.
૫૦ ગ્રામ આંકડાના કોમળ પાંદડાને સરખા ભાગે લઇ પાંચ જાતના મીઠા લઈને (૧. સંચળ (કાળું મીઠું), ૨. સિંધા મીઠું, ૩. બીડ મીઠું. ૪. દરિયાઈ મીઠું અને ૫. સાંભર મીઠું. એટલે કે ૧૦-૧૦ ગ્રામ આ બધા પાંચ મીઠા તમને થોડી શોધખોળ થી કોઈ ગાંધીની દુકાને થી મળી જશે.
હવે કેટલા આંકડાના પાંદડા લીધા છે તે મુજબ મીઠું લઇ લો અને તેમાં બધાના વજનના હિસાબે ચોથા ભાગનું તલનું તેલ અને એટલો જ લીંબુનો રસ ભેળવીને એક માટીના વાસણમાં નાખી દો.
હવે આ વાસણના મોઢા ઉપર કાપડ માટી (એટલે કે તે વાસણને ઢાંકણું લગાવીને તેના મોઢાને સુતરાઉ કપડાથી સારી રીતે વીંટી ને તેની ઉપર ભીની માટીથી સારી રીતે પેક કરી લો જેથી તેમાંથી કોઈ પ્રકારનું કોઈ લીકેજ ન રહે) હવે તેને છાણના ચુલા ઉપર આગ ઉપર એક કલાક સુધી પકાવી લો. ધ્યાન રાખશો કે આગ વધુ તેજ ન હોય, અને ધીમે ધીમે હલાવતા રહો.
વધુ તેજ આગ કરવાથી માટીનું વાસણ તૂટી શકે છે. એક કલાક પછી વાસણને નીચે ઉતારી લો. હવે તેની અંદર આંકડાના પાંદડા બળી ગયેલ હશે તો બધી વસ્તુ કાઢીને વાટી લો, ૫૦૦ મીલીગ્રામ માંથી ૩ ગ્રામ સુધી જરૂરીયાત અને ઉંમર મુજબ ગરમ પાણી, કે છાશ સાથે સેવન કરવાથી બાદી હરસનો નાશ થાય છે.
આંકડાનો હરસ માટે બીજો સામાન્ય પ્રયોગ
૨. ત્રણ ટીપા આંકડાનું દૂધને રાઈ ઉપર નાખીને તેની ઉપર થોડું કાપેલ જવાખાર ઝીણું કરીને પતાસામાં રાખીને ગળવાથી હરસ ખુબ જલ્દી દુર થાય છે.
૩. હળદર ચૂર્ણને આંકડાના દુધમાં પલાળીને સુકવી લો, આવું સાત વખત કરો. પછી આંકડાના દૂધ દ્વારા જ તેની બોર જેવી ગોળીઓ બનાવીને છાયામાં સુકવી દો. સવાર સાંજ શૌચ કર્યા પછી થુકમાં કે પાણીમાં ઘસીને મસ્સા ઉપર લેપ કરવાથી થોડા જ દિવસોમાં તે સુકાઈને ખરી જશે.
૪. શૌચ ગયા પછી આંકડાના બે ચાર તાજા પાંદડા તોડીને ગુદા ઉપર એવી રીતે ઘસો કે મસ્સા ઉપર દૂધ ન લાગે માત્ર સફેદી જ લાગે. તેનાથી મસ્સા માં પણ ફાયદો થાય છે.
જ્યોતિષ શાસ્ત્રો
જે ઘરના મુખ્ય ઘરની સામે આકડાનો છોડ હોય છે, તે ઘર પર કે તે ઘરના સભ્યો પર કોઇપણ વ્યક્તિની નકારાત્મક અસર થઇ શક્તી નથી. તે લોકો પર કે ઘર પર કોઇપણ ખરાબ વિદ્યા એટલે જાદુ કે તાંત્રિક વિદ્યાથી નુકસાન પહોંચવા દેતું નથી. તથા ઘરની આસપાસ સકારાત્મક અને પવિત્ર વાતાવરણ જ રહે છે, જોકે તેનાથી આપણા જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ધન પ્રાપ્ત થાય છે. આ વ્યક્તિ પર મહાલક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ હંમેશાં રહે છે. આ વ્યક્તિ જ્યાં પણ જે કાર્ય કરે તેમાં તેમને સફળતા મળે છે સાથે ધન પ્રાપ્તિ થાય છે.
આકડા વિશે લોકોમાં ગેરમાન્યતા
આ વનસ્પતિ વિશે લોકોમાં ગેરસમજ ફેલાયેલી છે, આકડાનો છોડ વિષવાળો હોય છે અને તે મનુષ્યને મારી નાખે છે. આ વાત સત્ય છે, આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે, આકડાનું વધારે પડતું સેવન કરવામાં આવે તો વ્યક્તિને ઝાડા-ઊલટી થાય છે, અને વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે. પરંતુ જો આકડાનું સેવન યોગ્ય માત્રામાં અને જાણકારની સલાહ મુજબ લેવામાં આવે તો અનેક રોગમાંથી મુક્તિ મળી શકે છે.