અટલજીના જે ભાષણની ચર્ચા અને ભાષણની અંતિમ ત્રણ પંક્તિ ભાજપના નેતાઓ અવાર નવાર ગાય છે. અંધેરા છટ્ટેગાં સુરજ નીકલેંગા અને કમલ ખીલેંગાએ એક ઐતિહાસિક પદ બની ગયું છે. પરંતુ આ કોઈ સામાન્ય પંક્તિઓ નથી. આ પંક્તિનું ઉચ્ચારણ અટલજીએ 1980માં ભાજપની સ્થાપ્ના બાદ પહેલા ભાષણમાં કહી હતી. અને સંકેત આપ્યો હતો કે ભાજપનું ચૂંટણી ચિન્હ એટલે કમલનો ઉદય થશે. આ ભાષણ આજે પણ અટલજીની યાદમાં અને ભાજપના શક્તિ શબ્દ સ્વરૂપે ભૂલી શકાય તેમ નથી.