હિન્દુ શાસ્ત્રમાં ધાર્મિક ગ્રંથો અને સાહિત્યમાં ઘણા બધા એવા પુસ્તક છે કે જેણે આપણને ખુબ જ અમૂલ્ય ભેટ આપી છે. તેમાં પણ રામાયણ, મહાભારત અને ભાગવત આ આપણને જીવતા શીખવે છે. મહાભારતમાં કેટલાક એવા મહામાનવો આજે પણ જીવિત છે. તેમાં છે અશ્વત્થામા પણ આજે પણ જીવિત છે. તે રોજ મધ્યપ્રદેશમાં ભગવાન શિવની પૂજા કરવા માટે આવે છે.
અશ્વસ્થામા ગુરુ દ્રોણાચાર્યના અને કૃપી ના પુત્ર હતા. ધાર્મિક ગ્રંથોમાં કહ્યું છે કે વ્યવસ્થામાં આજે પણ પૃથ્વી પર તેને મુક્તિ માટે ભટકે છે. અશ્વત્થામાને ભગવાન શ્રીકૃષ્ણ શ્રાપ આપ્યો હતો. કારણ કે તેણે બ્રહ્માસ્ત્ર ચલાવ્યું હતું. જ્યારે મહાભારતનું યુદ્ધ કૌરવો અને પાંડવો વચ્ચે થયું ત્યારે અશ્વત્થામાએ કૌરવોનો સાથ આપ્યો હતો. મહાભારત દરેક લોકોએ જોયું કે સાંભળ્યું જ હશે. પરંતુ અશ્વત્થામાં કોણ હતા તેની ઘણા બધા લોકોને ખબર નહીં હોય .
અશ્વસ્થામા એ બ્રહ્માસ્ત્ર ચલાવવ્યુ હતું એટલે ભગવાન શ્રીકૃષ્ણએ શ્રાપ આપ્યો કે પાપીઓના પાપ ધોતા હજારો વર્ષ સુધી નિર્જન સ્થળોએ ભટકીશ અને લોહીની દુર્ગંધ શરીરમાંથી આવશે. શરીરમાં ઘણા બધા રોગો આવશે અને લોકો પણ તમારાથી દૂર ભાગશે. ભગવાન શ્રીકૃષ્ણના આ શ્રાપના કારણે અશ્વસ્થામા આજે પણ પૃથ્વી પર ભટકી રહ્યા છે પોતાના મોક્ષ માટે ભટકી રહ્યા છે પણ મૃત્યુ મળતું નથી.
અશ્વસ્થામા છેલ્લા 5000 એક વર્ષથી પૃથ્વી પર ભટકી રહ્યા છે. એવું કહેવામાં આવે છે, કે મધ્યપ્રદેશના અસીરગઢ ના કિલ્લા માં ભગવાન શિવની પૂજા કરવા માટે અશ્વસ્થામા રોજ ત્યાં ફૂલ લઈને આવે છે. આ સિવાય નર્મદા નદીના કાંઠે પણ અશ્વસ્થામા ભટકી રહ્યા છે. તેના કપાળમાંથી મણી કાઢી લીધો એટલે કપાળમાંથી લોહી બંધ કરવા માટે હળદર અને તેલ દરેક પાસે માગે છે.
બુરહાનપુર નો ઇતિહાસ મહાભારત સાથે જોડાયેલું છે. મહાભારતના સમયમાં અહીંયા ખાંડવ ના જંગલો હતા. આ કિલ્લા નું નામ આશિરગઢ હતું. ત્યારબાદ ફારુખી વંશના સમ્રાટ દ્વારા કિલ્લો બનાવવામાં આવ્યો હતો. મહાભારતમાં અન્ય આઠ ચિરંજીવીઓ પણ છે નો ઉલ્લેખ કરેલો છે. તેમાં હનુમાનજી, વ્યાસજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ, અશ્વસ્થામાં, બલી, ઋષિ માર્કંડેય ચિરંજીવીઓ ગણાય છે. જે આજે કળીયુગમાં પણ પૃથ્વી પર રહેલા છે.