પાણી ચઢાવવા સિવાય આ પાંચ કામ કરવાથી પણ પ્રસન્ન થાય છે સૂર્યદેવ, દરેક મનોકામના કરે છે પૂર્ણ

સૂર્યદેવને બધા દેવો પૈકી સૌથી અદભૂત દેવ માનવામાં આવે છે. તેમને નસીબના દેવતા પણ કહેવામાં આવે છે. દરરોજ સવારે તેમનો સોનેરી પ્રકાશ આખી દુનિયા પર પડે છે, ત્યારે સવાર થાય છે. એવું કહેવામાં આવે છે કે સૂર્યમાંથી નીકળતા સવારના કિરણો સકારાત્મક ઉર્જાથી ભરેલા હોય છે. આની સાથે દર રવિવારે લોકો સૂર્યદેવને પ્રસન્ન કરવા વિશેષ પ્રયત્નો કરે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ સૂર્યદેવને ખુશ કરવામાં સફળ થાય છે તેની ઇચ્છા સૂર્યદેવ જલ્દી પૂર્ણ કરે છે. ઘણા લોકો સૂર્યદેવને ખુશ કરવા માટે ઘણા પ્રયત્નો કરે છે. જો કે, બહુ ઓછા લોકો જાણે છે કે જળ ચઢાવવા સિવાય તેઓ કેટલાક વિશેષ કાર્યો કરીને પણ સૂર્યદેવને પ્રસન્ન કરી શકે છે. આજે અમે તમને આવા જ કેટલાક કાર્યોથી વાકેફ કરવા જઈ રહ્યા છીએ.

1. નાળિયેર: રવિવારે, સૂર્યદેવની સામે બેસીને નાળિયેર ફોડવામાં આવે અને તેને પરિવારના સભ્યો તેને સાથે બેસીને ખાવામાં આવે તો ઘરમાં સુખ-શાંતિ રહે છે. તેનાથી ઘરના લડાઈ ઝઘડાનો અંત આવે છે. સૂર્યદેવના અદભૂત અને સકારાત્મક કિરણો પણ નાળિયેરને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે. આવી સ્થિતિમાં જ્યારે ઘરના સભ્યો તેને પ્રસાદ તરીકે છે ત્યારે તેમની વિચારસરણી પણ સકારાત્મક થવા લાગે છે. નારિયેળ ફોડતા પહેલા એ વાતનું ધ્યાન રાખવું કે તેને હંમેશા પૂર્વ દિશામાં રાખીને ફોડવું, કેમ કે સવારે સૂર્ય પૂર્વ દિશામાંથી ઉકળે છે.

2. સફેદ વસ્તુનું દાન: જો તમે રવિવારે કોઈ સફેદ રંગની વસ્તુ દાન કરો છો તો તે તમારા માટે ખૂબ ફાયદાકારક છે. આ સૂર્યદેવને ખુશ કરે છે અને તમને સૌભાગ્ય આપે છે. આ સફેદ વસ્તુમાં, તમે કપડાં, મીઠાઈઓ, દૈનિક ઉપયોગની કોઈપણ ચીજ વસ્તુનું દાન કરી શકો છો. તેનો રંગ ફક્ત સફેદ હોવો જોઈએ.

3. સૂર્ય આરતી: ઘણીવાર લોકો સૂર્યદેવને જળ ચઢાવતા હોય છે, પરંતુ તેઓ સૂર્યદેવની આરતી કરવાનું ભૂલી જાય છે. અલબત્ત ખૂબ ઓછા લોકો આ કરે છે.  સૂર્યદેવની આરતી કરવા માટે તમારે થાળીમાં ઘી અથવા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. આ પછી સાચા હૃદયથી સૂર્યદેવની આરતી કરો અને પ્રસાદનું વિતરણ પણ કરો. આ તમારા ખરાબ નસીબમાં સુધારો કરે છે. આ તમારે 7 રવિવાર સુધી સતત કરવું જોઈએ.

4. પરિક્રમા: જળ ચઢાવ્યા પછી, સૂર્યદેવની પ્રદક્ષિણા કરવી જોઈએ. આ પછી, હાથ જોડીને ભૂલ બદલ માફી માંગવી જોઈએ અને સૂર્યદેવની પ્રાર્થના કરવી જોઈએ.

5. વ્રત: ખૂબ ઓછા લોકો રવિવારે વ્રત રાખે છે. અન્ય તમામ દેવી-દેવતાઓ માટે મોટી સંખ્યામાં વ્રત રાખવામાં આવે છે, પરંતુ સૂર્યદેવના નામનો ઉપવાસ ભાગ્યે જ જોવા મળે છે. આવી સ્થિતિમાં જો તમે સુર્યદેવતા માટે રવિવારે વ્રત કરો છો તો તમને જલ્દી ફાયદો મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here