ઘરમાં આ પ્રાણીઓને પાળવાથી ક્યારેય નથી સર્જાતી રૂપિયાની તંગી

પ્રાણીઓ પાળવાથી વધશે સમૃદ્ધિ

ભલે દરેકનીભાગ્યરેખાએકબીજા કરતાં અલગ હોય પરંતુ એકનું નસીબ બદલાવવાથી બીજાના જીવન પર પણ અસર થાય છે.

આ જ પ્રકારે ઘરમાં પાળેલા પ્રાણીઓનો પણ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે જીવન પર પ્રભાવ પડે છે. અહીં મને એવા પ્રાણીઓ વિશે જણાવીશું જેને પાળવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે સાથે જ તમે સ્વસ્થ અને ખુશહાલ રહેશો.

કૂતરાને પાળવાથી થતો લાભ

સામાન્ય રીતે ઘરમાં લોકો કૂતરાને પાળતા હોય છે.વાસ્તુમાંશ્વાસનને ધનપ્રાપ્તિનુંસુગમમાધ્યમમાનવામાં આવે છે. શ્વાનને પાળવાથી અને સવાર-સાંજ રોટલી ખવડાવવાથી ઘરના સભ્યોનું આયુષ્ય વધે છે. શ્વાનને ભગવાન ભૈરવનાથનો સેવક પણ ગણવામાં આવે છે.

કાચબો પાળવો શુભ

વાસ્તુ મુજબ ઘરમાં કાચબો પાળવો અત્યંત શુભ ગણાય છે. માનવામાં આવે છે કે, જ્યાં કાચબો પાળવામાં આવે ત્યાં મા લક્ષ્મીનો વાસ હોય છે. જો તમે કાચબો પાળી ન શકતા હો તો ઘરમાં પિત્તળનો કાચબો લાવીને પણ રાખી શકો છો.

દેડકો પાળવાથી અદ્ભૂત લાભ

વાસ્તુશાસ્ત્રમાં દેડકાને શુભ માનવામાં આવે છે. ઘરમાં દેડકો રાખવાથી બીમારીઓ દૂર રહે છે અને સમૃદ્ધિ આવે છે. જો ઘરમાં જીવતો દેડકો ન રાખવો હોય તો પિત્તળનો દેડકો લાવીને સ્વચ્છ સ્થાને રાખવાથી નક્કી લાભ થાય છે. રોજ ઘરેથી ઓફિસ જવા નીકળો ત્યારે દેડકાને જોઈને નીકળવાથી પ્રગતિ થાય છે.

ધન પ્રાપ્તિનો સ્ત્રોત માછલી

પુરાણોમાં માછલીને ખૂબ શુભ માનવામાં આવી છે. માછલીને ધન પ્રાપ્તિનો સૌથી સારો સ્ત્રોત ગણવામાં આવે છે. ઘરમાં ગોલ્ડન રંગની માછલી રાખવાથી સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. માછલીને દાણા નાખવાથી ગ્રહ દશા દૂર થાય છે.

સસલા અપાવે સફળતા

આમ તેમ ઉછળ-કૂદ કરતાં સસલા જોવામાં કેટલી મજા આવે છે. તો ઘરમાં સસલા રાખવા શુભ માનવામાં આવે છે. સસલા પાળવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે. ઘરમાં સસલાની જોડી રાખવાથી દાંપત્ય જીવનમાં સુખની પ્રાપ્તિ થાય છે. જે ઘરમાં સસલાની જોડી હોય છે તે લોકો જીવનમાં સફળ થાય છે.

પોપટ પાળવાથી આ લાભ થાય

ઘરમાં પોપટ પાળવાથી ઘરમાં આવનારી પરેશાનીના સંકેત પહેલાથી જ મળી જાય છે. વ્યક્તિ આવનારા સંકટનો સામનો કરવા પહેલાથી ઘરમાં ખુશીઓ આવે છે.

ઘોડો રાખવાનો ફાયદો

આમ તો ઘોડા પાળવા અમીરોનો શોખ કહેવાય છે. પરંતુ વાસ્તુમાં જણાવ્યા મુજબ જ્યાં ઘોડો હોય છે ત્યાં ધનનો પ્રવાહ અવિરત રહે છે. વાસ્તુઅનુસાર, ઘર કે ઓફિસ માં દક્ષિણ-પૂર્વ ખૂણામાં ઘોડાની મૂર્તિ રાખવાથી ધનની સાથે યશની પ્રાપ્તિ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here