મહારાષ્ટ્રના સાકોરે ગામના યુવાને દીક્ષાનો નિર્ણય લેતા ગામના લોકોએ જીવ હિંસા બંધ કરવાનું નક્કી કર્યું

આ 2 તલવારથી 50 હજાર બકરા કપાયા, ધરી મહંતસ્વામીના ચરણોમાં, પુત્રની દીક્ષા

આ વાત ગયા વર્ષ ની છે જ્યારે ગોંડલ અક્ષર ડેરીને 150 વર્ષ પૂર્ણ થતા 11 દિવસીય સાર્ધ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગઇકાલે છઠ્ઠા દિવસે મહંતસ્વામીની નિશ્રામાં 40 યુવાનોએ દીક્ષા લીધી હતી.

જેમાં મહારાષ્ટ્રના સાકોરે નામના ગામમાં રહેતા આશારામભાઇના પુત્ર અમોલે પણ દીક્ષા ગ્રહણ કરી હતી. આશારામભાઇ પોતાની સાથે બે તલવાર લઇને આવ્યા હતા અને મહંતસ્વામીના ચરણોમાં ધરી હતી. ત્યારે સૌ કોઇ આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

પરંતુ બાદમાં જાહેરાત કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ બે તલવારથી રોજના 200 બકરા કપાતા હતા અને અત્યાર સુધીમાં 50 હજારથી વધુ બકરા કપાયા હતા. અમોલે દીક્ષા લેવાનો નિર્ણય લીધો ત્યારે ગામના લોકોએ જીવ હિંસા બંધ કરવાનું નક્કી કર્યું હતું.

દીક્ષા લેનાર અમોલે મહંત સ્વામીને શું કહ્યું..

દીક્ષા લેનાર યુવાન અમોલે મહંતસ્વામી  પ્રાર્થના કરી હતી કે આપ એવા આશીર્વાદ આપો કે અમારા વિસ્તારના તમામ ગામોમાં નિર્દોષ જીવોની હિંસા બંધ થાય. આ દીક્ષા પ્રસંગે આશીર્વાદ આપતા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે જણાવ્યું હતું, ભણેલા-ગણેલા યુવાનો સાધુ થવા માટે આવે છે એ ભગવાનનો પ્રતાપ છે.

આપણે કંઈ કરતા નથી છતાં મહારાજ સત્સંગની સેવા માટે આવા યુવાનો મોકલ્યા જ કરે છે. મહારાજ-સ્વામીની કૃપાથી બધા સાધુઓ એકાન્તિકભાવ પામશે. આ યુવાનોના માતા-પિતાને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે.

પોતાના હૃદયના ટુકડા સમાન દીકરાને ભગવાનના કાર્ય માટે સોંપી દેવો એ કોઈ નાનીસુની વાત નથી. માં-બાપે સામેથી ઉપદેશ આપીને દીકરાઓને સાધુ બનાવ્યા છે જે જોઇને આપણને અનુભવ થાય કે હાલ સતયુગ પ્રવર્તી રહ્યો છે.

હું અક્ષર છું અને પુરુષોતમનો દાસ છું: મહંતસ્વામી

આ યુવાન સંતો દ્વારા સત્સંગની બહુ મોટી સેવા થશે. દરેક સંત જો 10-10 ને સત્સંગ કરાવે તો પણ કેટલા લોકો ભગવાનના માર્ગે વળે. આ સત્સંગના વિકાસના આપણે સૌ સાક્ષી બનીશું. ઇન્દ્રિય-અંત:કરણ સામેની લડાઈમાં ભગવાન જરૂરથી વિજય અપાવશે.

સભામાં હાજર હજારો લોકોને આશીર્વાદ આપતા મહંતસ્વામી મહારાજે પોતે લખેલો પત્ર વાંચતા કહ્યું હતું કે આજે બધાને દીક્ષા આપવી છે.

હું અક્ષર છું અને પુરુષોતમનો દાસ છું આ મંત્રને આપણો જીવનમંત્ર બનાવવાનો છે. સુતા-જાગતા, ઉઠતા-બેસતા, સવાર-સાંજ આ વાતનું અનુસંધાન રાખવાનું છે. મહારાષ્ટ્રના સાકોરે ગામના આશારામભાઇએ પોતાની બે તલવાર મહંત સ્વામીના ચરણોમાં ધરી.

આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here