એર સ્ટ્રાઈક – ભારતની પડખે આવ્યું મહાસત્તા, જાણો શુ કહ્યું પાકિસ્તાન વિશે

ગઈકાલે જે રીતે આપણી સેનાએ પુલાવા હુમલાનો બદલો લીધો એ પછી આખું વિશ્વ ચોંકી ગયું હતું, આ બાદ ઇઝરાયેલ, અમેરિકા, રશિયા, એ ભારતનું સમર્થન કર્યું હતું. જેમાં અમેરિકાએ તો પાકિસ્તાન વિરુદ્ધ ભારતને ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું.

પુલવામા આતંકી હુમલા બાદ દુનિયાભરમાં ઘેરાયેલા પાકિસ્તાનની ફરી એક વખત ફજેતી થઇ રહી છે. ભારત દ્વારા પાકિસ્તાનમાં ચાલી રહેલા આતંકી કેમ્પો પર એરસ્ટ્રાઇક કર્યા બાદ અમેરિકાએ ફરી એકવખત પાકિસ્તાનને ખખડાવ્યું છે. અમેરિકન વિદેશ મંત્રી માઇક પૉમ્પિયો એ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે પાકિસ્તાનને તેની જમીન પર પોષી રહેલ આતંકીઓની વિરૂદ્ધ તરત કાર્યવાહી કરવી જોઇએ.

અહીં જાણવાની એક વાત છે કે છેલ્લા 2 દાયકાથી અમેરિકા એ ભારત જોડે સબંધ સુધાર્યા છે. આજે અમેરિકા ભારતની પડખે આવવા પાછળ પણ મોદી-ટ્રમ્પ છે.

ટ્રમ્પ એ અમેરિકાના પ્રેસિડન્ટ બન્યા બાદ જો સૌથી પહેલો કોઈને ફોન કર્યો હોય તો એ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને કર્યો હતો.

અમેરિકન વિદેશ મંત્રાલયની તરફથી રજૂ કરવામાં આવેલા નિવેદનમાં કહ્યું છે કે ભારતની તરફથી લેવામાં આવેલા એકશન બાદ વિદેશ મંત્રી માઇક પૉમ્પિયો એ ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ સાથે વાત કરી. તેમણે બંનેને અપીલ કરી કે ક્ષેત્રમાં શાંતિ બનાવી રાખો.

અમેરિકન વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાનને તેની જમીન પર ચાલી રહેલા આતંકી કેમ્પોને તરત ખત્મ કરવા જોઇએ. અમેરિકા એ અપીલ કરી છે કે બંને દેશ કોઇપણ રીતે સૈન્ય કાર્યવાહી ના કરે અને શાંતિ રાખે.

પુલાવામાં થયેલ હુમલા બાદ અક્ષયકુમારએ ટ્વિટ કર્યું હતું જે આપ પણ જુઓ.

પુલવામા આતંકી હુમલાનો બદલો લેવા પર અક્ષય કુમારે એરફોર્સને લઈ કરી ટ્વિટ અને કહ્યું, ”અંદર ઘુસીને મારો”. એક્ટર અક્ષય કુમારે રાહતનો દમ લીધો છે. તેણે ટ્વિટ કરીને ઈન્ડિયન એરફોર્સ પર ગર્વ કર્યો છે. અક્ષય કુમારે ટ્વિટ કરી હતી, ઈન્ડિયન એરફોર્સ પર ગર્વ છે. ફાઈટર્સે આતંકી કેમ્પને નષ્ટ કર્યાં છે. અંદર ઘુસીને મારો. હવે વધુ

ચૂપ રહેવું નથી. #IndiaStrikesBack​

સલમાન ખાને લખ્યું હતું, ઈન્ડિયન એરફોર્સને સન્માન, જય હો.

આ ઉપરાંત બૉલીવુડમાંથી પણ ઘણા બધા લોકોએ સેનાને સમર્થન જાહેર કર્યું હતું, જેમાં અક્ષયકુમાર,અમિતાભ બચ્ચન, લતા મંગેશકર જેવા લોકોએ ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત લતા મંગેશકરએ ભારતીય સેના માટે 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here