પાસ નેતા અલ્પેશ કથીરિયાની ક્રાઇમ બ્રાંચે ક્યાંથી કરી ધરપકડ? જાણો વિગત

સુરતઃ પાસ નેતા અલ્પેશ કથીરિયાની રોજદ્રોહના ગુનામાં સુરત ક્રાઇમ બ્રાંચ દ્વારા આજે ધરપકડ કરવામાં આવી હતી. સુરતના વેલંજા વિસ્તારમાંથી તેને ક્રાઇમ બ્રાંચે પકડ્યો હતો. તેના શરતી જામીન રદ થયા બાદ ગમે તે ઘડીએ ધરપકડ થવાની શક્યતા હતી, જેના કારણે તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને આગોતરા જામીન મેળવવા કોર્ટમાં અરજી પણ કરી હતી. મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાંચે મિત્રના લગ્નમાંથી જ અલ્પેશની ધરપકડ કરી હતી.

PASS નેતા અલ્પેશ કથિરીયાની સુરત ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. સુરતના વેલંજા વિસ્તારમાંથી આ ધરપકડ કરવામાં આવી છે. શરતી જામીન રદ થયા બાદ અલ્પેશ ભૂગર્ભમાં જતો રહ્યો હતો.

તેમજ મિત્રના લગ્નમાંથી અલ્પેશ ઝડપાયો છે. ઉલ્લેખનિય છે કે રજદ્રોહના કેસમાં શરતી જામીન રદ થયા બાદ અલ્પેશ કથિરીયા છેલ્લા ઘણા સમયથી ફરાર હતો. સુરતના વેલંજા વિસ્તારમાંથી અલ્પેશની ધરપકડ કરવામાં આવી હતી.

ગત વર્ષે ડિસેમ્બરમાં પોલીસ સાથે ગેરવર્તન, મારામારી અને ધમકી આપવા સહિતના ગુનામાં વરાછા પોલીસે PASS ના કન્વિનર અલ્પેશ કથિરીયાની અટકાયક કરીને તેને કોર્ટમાં રજુ કર્યો હતો. અલ્પેશ કથિરીયાની ગાડીને પોલીસે ક્રેન પર ચડાવતા સમગ્ર બબાલ શરૂ થઈ હતી. જે બાદમાં અલ્પેશે પોલીસ ઇન્સ્પેક્ટરે તેને લાફો માર્યાનો આક્ષેપ લગાવ્યો હતો.

બાદમાં અટકાયત કરીને તેને વરાછા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. વરાછા પોલીસ સ્ટેશન ખાતે અલ્પેશે હાજર એસીપી તેમજ અન્ય અધિકારીઓ સાથે ગેરવર્તન કરી તેમને અપશબ્દો કહ્યાં હતા.

પોલીસ સાથે ગેરવર્તન બાદ પોલીસે રાજદ્રોહના કેસમાં અલ્પેશના જામીન રદ કરવા માટે અરજી કરી હતી. કોર્ટે આ અરજી માન્ય રાખીને અલ્પેશના જામીન રદ કરી દીધા હતા. ત્યારથી શરતી જામીન રદ થયા બાદ અલ્પેશ ભૂગર્ભમાં હતો.

અલ્પેશ કથીરિયાએ જેલમાંથી મુક્ત થયા બાદ વરાછા વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં મગજમારી કરી હતી. તેણે વ્હીકલ ઉપાડવાને મુદ્દે ટ્રાફિક પોલીસ સાથે જાહેરમાં જીભાજોડી કરી હતી. જાહેરમાં થયેલી ભાંજગડ દરમિયાન ટ્રાફિક પોલીસના કર્મચારીઓને માર મારવા પબ્લિકને ઉશ્કેર્યા હતા તેવો આક્ષેપ પોલીસે કર્યો હતો.

આ ઉપરાંત પોલીસ મથકના લોક-અપમાં પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓને બેફામ ગાળો ભાંડી હતી.

જેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ થયો હતો. પોલીસ સાથે ખરાબ વર્તન કરી પોલીસ પ્રત્યે ધિક્કાર અને તિરસ્કારભર્યા શબ્દો ઉચ્ચારતાં પોલીસ કમિશનરે તેની ગંભીર નોંધ લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here