એક રોટલાએ ઉભો કર્યો ભાઈ-બહેનનો સબંધ, રાખી રોટલાએ લાજ. વાંચો એક કહાની આવી પણ

એક ટુકડો રોટલો એક દીકરીની લાજ રાખે એ રોટલો કેવો હોય?

વાત 1996 ની ગુજરાતનો એક પ્રખ્યાત ડોકટર જેમનું નામ પર દર્દીને ભગવાન જેવો ભરોસો કે આ ડોકટર જોડ ક્યારેય કોઈ દર્દી સાજું થયા વગર પાછું નથી ગયુ. તેઓ ના હાથ માં ભગવાનએ અઢળક ધન ની લકીર રાખી હતી, જે ઘટના બને છે તે ચોમાસાની બને છે.

ડોકટર અમદાવાદ થી પોતાની ગાડી લઈને નીકળે છે ઝંડ હનુમન આવવા, પણ એક ધારો વરસાદ તેમનો પીછો કરી ને જાને આવતો હોય તેમ ધોધમાર વરસાદ રહે છે, હવે સવારે અમદાવાદ થી નીકળ્યા હોઈ અને અહીં આવવા સુધી એમને 4 કલાક લાગી જાય છે જેથી પેટ પણ બુમો પાડવા લાગતું હોય કે હવે મને કૈક આલો, ડોકટર આવા ધોધમાર વરસાદમાં વિના રોકાયે ગાડી લઈને નીકળ્યા હતા એટલે એક ચા ની લારી પર રોકાઈ ને ચા પીવા લાગ્યાં, ત્યારેજ ચાની લારી જોડ એક ઘર( ઝૂંપડું) માં એક મહિલાને રોટલા બનાવતા જોઈ ડોક્ટરને ભૂખ હતી જ એટલે ડોકટરે ખુદ ત્યાં મહિલા પાસે જઈને કહ્યું.

નમસ્કાર તમે એક રોટલો મને આપી શકો ? હું તમને તમારા રોટલાના રૂપિયા આપી દવ પણ એક રોટલો માજી આપ મને આપો.

માજી એ તરત ડોક્ટરને મકાઈના લોટ નો રોટલો બનાવી ને ગરમાં ગરમ આપ્યો.

હવે જે ડોકટરે જિંદગીમાં બાજરીના રોટલા નો સ્વાદ છેલ્લા 6 મહિનાથી ના જોયો હોઈ એને મકાઈનો રોટલો કેટલો સરસ લાગે ? સાથે એ મહિલાએ ડોક્ટરને લસણ ની ચટણી (ઘરે બનાવેલ) આપી ડોકટરે એક પછી એક 3 રોટલા ચા- ચટણી જોડ ઠોકી ગયા.

હવે ડોકટર એ હાથ ધોઈને પુછ્યું; બહેન આ રોટલા સારા હતા લો તમે આ 500 રૂપિયા રાખો, પણ બહેન એ એ રૂપિયા સ્વીકારવાની ના પાડી દીધી, ડોકટરે જોયું કે આ ઝૂંપડામાં બીજું કોઈ ડબલુ દેખાતું નથી આ બેન એક લોટ ના ઝભલા માંથી લોટ કાઢી કાઢી ને રોટલા બનાવે અને એ પૈસા ન લે તો હું શું કરું ?

એ મહિલાએ પૈસા ન લીધાં પણ ડોકટરે ચા વાળાને કહ્યું લે આ 500રૂપિયા બેન ને કોઈ રીતે આપી દેજે.

ડોકટર ત્યાં પછી જ્યારે ઝંડ હનુમાન આવે ત્યારે રોટલા આરોગવા રોકાતા અને કેમ ના રોકાઈ ? પ્રેમ નો રોટલો આજની હોટલ થી લાખ ગણો મીઠો હોઈ.

સમય જતાં આ સંબન્ધ એક ભાઈ બહેન નો થઈ ગયો, પણ બહેન એ કદી પૈસા ન લીધો.

લગભગ 1 વર્ષ આ રીતે ચાલ્યું, હવે આ બેનની દીકરીના લગ્ન હતા જેથી ડોકટર આ વખતે આવ્યા ત્યારે બેન એ ધીરે થી વાત કરી કે સાહેબ તમે આવજો.

સાહેબે પૂછી પણ લીધું કે બેન તમે કેટલા લોકોનો વ્યવહાર કરવાના ? બેનએ કહ્યું કે ભાઈ અમે અમારી સગવડમૂજબ 500 લોકો નું કરવાના છૅ.

હવે રોટલાનું મૂલ્ય ચુકવવાની જવાબદારી ડોકટર એ સમજી એ અમદાવાદ પહોંચ્યા અને અમદાવાદ પોતાના અંગત કમ્પાઉન્ડ કે જેને વર્ષોથી ઓળખતા હતા તેને ઝંડ હનુમાન જવા કહ્યું સાથે સાથે 500 લોકોની રસોઈનું સામાન અને 1લાખ રૂપિયા રોકડા આપ્યા અને એ જગ્યાએ પહોંચાડી દેવા હુકમ કર્યો.

ડોકટરનો ખાસ કમ્પાઉન્ડ રામજી ત્યાંએ બેનને આ બધું આપી આવ્યો પણ એને કહ્યું કે આ કોક અમદાવાદથી સાહેબએ મોકલ્યું છે. અને હું એ સાહેબને ઓળખતો નહોતો પણ એમને પહોંચાડવાની કહ્યું તો હું તમને આપવા આવ્યો.

બેન તરત આખી વાત સમજી ગયા કે 2 દિવસ પેહલા ભાઈને મેં કહ્યું હતું એ એમને મોકલ્યું. રામજીએ લાખ રૂપિયા પણ આપ્યા અને એ પાછો અમદાવાદ આવવા નીકળી પડ્યો.

લગ્ન ન દિવસે ડોકટર ખાસ તેમના ધર્મપત્ની ને સાથે રાખી ને આવ્યા, આખો જમણવાર માં સૌથી છેલ્લે ડોકટર જમ્યા, આદિવાસી પટ્ટાનું ગામ એટલે કોઈ મોભાદાર માણસ અલગ પડે જ, ડોકટરે છેલ્લા આખો જમણવાર પતિ ગયો, લગ્ન પતી ગયું, ખાલી વરઘોડિયું ઘરે જવાનુ બાકી હતું અને એ જમવા બેઠું ત્યારે ડોકટર એ એ છોકરીની માંને કહ્યું હું તો જમવાનો બાકી છુ અને આજે મારા ધર્મપત્ની ને પણ જમાડીશ પણ તમે રોટલા બનાવો એજ.

કયી બેન આવા ઉપકાર કરનાર ને ના પાડે ?

ડોકટર અને તેમના ધર્મપત્ની જમવા બેઠા રોટલા શાક જમી ને ઉભા થઇ તેઓ પોતાની ગાડીમાંથી લાવેલ પાર્સલ પોતાની માનેલ બેન ની દીકરી ના હાથમાં આપ્યું અને કહ્યું લે બેટા આ રાખ ભવિષયમાં તારે કામ આવશે કહી ને તેઓ નિકડી ગયા.

પણ અંદર પાર્સલ હતું શુ ? તેમાં એક સોનાની વિટી, મંગળસૂત્ર અને બુટ્ટી હતી જે 5 તોલાની હશે જેમને હમેશા ડોકટર માટે રોટલા બનાવ્યા એમાં આજે વિચારતી હતી એક સીટીનો ડોકટર એક ગામડામાં રોટલા ખાવા રોકાઈ અને મારી દીકરીને લગ્નમાં આટલું આપી જાય.

હવે આવા જ્યાં ભાઈ-બહેન ના જ્યાં એક રોટલે હેત બંધાઈ એવા સગપણ તો આપણો રોટલો જ કરાવી શકે. બાકી આ પીઝા-બર્ગર એ ક્યાં કોઈ દિવસ સાચું હેત જોયું છે ?

ધન્ય છે એ ડોકટર અને ધન્ય છે એ બેન ના હાથ કે જેની આગળ આવા સબંધ રચાઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here