ફક્ત એક ચમચી પાણીમાં નાખીને કરો આનું સેવન, શરીરમાં નહિ જોવા મળે કોઈ પણ રોગનું નામો નિશાન , નજરે જ જોવો ફરક.

દરેક લોકોના રસોડામાં અજમાનો ઉપયોગ થતો હોય છે. અજમો ખાવામાં ખૂબ જ સ્વાદ વધારે છે અને સુગંધ પણ તેની ખૂબ જ સારી હોય છે. અજમાને એક ઔષધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. દરેક લોકો ગુવાર ના શાક, ભજીયા અને વાયુ કરે તેવા શાકમાં ફરજિયાત અજમા નાખતા હોય છે. અજમો પાચન કરનાર, વાયુ, પેટનો આફરો, કૃમિ મટાડનાર અને પિત્તશામક હોય છે. અજમાનો ઉપયોગ જે લોકોને વજન ઘટાડવો છે તેના માટે તો રામબાણ ઈલાજ છે. અજમાનું પાણી રોજ ખાલી પેટે પીવાથી મોટાપો દૂર થાય છે. અજમાનું પાણી પીવાથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થાય છે. તો ચાલો, આજે આપણે જાણીએ અજમાનાં પાણી પીવાના ફાયદા.

જે લોકોને વર્ષો જૂનો કબજિયાત હોય અને મળમાંથી દુર્ગંધ આવતી હોય તે લોકોએ અડધી ચમચી અજમો રોજ ચાવી ચાવીને ખાઓ. તરત જ રાહત થશે. દાંતના સડાને લીધે દુખાવો થતો હોય કે કાનમાં સડો થયો હોય તો અજમાનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. બહુમુત્રતા ની તકલીફ હોય તો અડધી ચમચી અજમો, અડધી ચમચી કાળા તલ સવાર-સાંજ ખાવાથી રાહત થઇ છે. શ્વાસના રોગ માં અજમો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે.

અજમાનું પાણી બનાવવા માટે એક લિટર પાણીને એક તપેલીમાં ઉકાળો, તેમાં એક ચમચી અજમો નાખી પાણી અડધું થઈ જાય ત્યાં સુધી ઉકળવા દો. ત્યારબાદ થોડું ઠંડુ થાય એટલે તેનું સેવન કરો અજમાનું પાણી પીવાથી વાયુ, કફ, આફરો, ઝાડા, કોલેરા, શરદી, ડાયાબિટીસ, ગેસ જેવા અનેક રોગોમાં ખૂબ જ રાહત થાય છે. રોજ સાંજે સુતા પહેલા ૧ કપ આ પાણી પીવાથી ઊંઘ ખૂબ જ સારી આવશે. પેટમાં કૃમિ થયા હોય તો અજમાના પાણીમાં ચપટી સંચળ નાખીને પીવાથી રાહત થાય છે. એક કપ અજમાનું પાણી પીવાથી માથાના દુખાવામાં પણ રાહત થાય છે.

અજમાનું પાણી દિલની બીમારીમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે અજમા ની અંદર એક્ટિવ કમ્પોનન્ટ્સ હોય છે. કેન્સરના હ્યુમરથી લડે છે. જે લોકોને ગેસની સમસ્યા હોય તેને ચપટી અજમો તેમાં હળદર અને મીઠું મિક્સ કરી ગરમ પાણી સાથે લેવાથી ગેસની સમસ્યામાં તરત જ રાહત થશે. અને આ ખાવાથી પાચનશક્તિ પણ ખૂબ જ સારી રહેશે છે. જે લોકોને ભૂખ ન લાગતી હોય તેને એક ચમચી અજમો, ચપટી મીઠું, ટુકડો આદુ અને લીંબુનો રસ મિક્સ કરીને ચાટવાથી ભૂખ વધારે લાગે છે. જે લોકોને ઉબકા ની સમસ્યા હોય તે લોકોને આ પાણી પીવાથી ખૂબ જ રાહત થઈ છે.

જે લોકોને ઉધરસ ની એલર્જી હોય તે લોકોએ અજમાના પાણીમાં થોડું સંચળ ઉમેરી ને પીવાથી માત્ર બે દિવસમાં મટી જશે. અજમાનું પાણી પીવાથી શરીરમાં મેટાબોલિઝમ વધે છે. જેના કારણે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. અજમામાં ખૂબ મોટા પ્રમાણમાં ફાઇબર, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેના લીધે ઘણા બધા ગંભીર રોગો દૂર થાય છે. ફક્ત એક ચમચી પાણીમાં નાખીને પી લો. ઘણીબધી સમસ્યા માંથી રાહત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here