પુલવામા હુમલા બાદ મંગળવારે વહેલી સવારે પાકિસ્તાનના આંતકી ઠેકાણાઓ પર ભારતીય વાયુસેનાએ હુમલો કર્યો હતો. જેમાં LOC પર જૈશનાં ઠેકાણાઓ પર 1000 કિલોનાં બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. ભારત દ્વારા કરવામા આવેલી આ એરસ્ટ્રાઈક 21 મિનિટ સુધી ચાલી હતી.
આ અંગે માહિતી આપતાંભારતીય વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું કે એર સ્ટ્રાઈકમાં જૈશ-એ-મોહમ્મદનો ચીફ મસૂદ અઝહર તો બચી ગયો પરંતુ તેનો સાળો મૌલાના યુસુફ અઝહર ઉર્ફે ઉસ્તાદ ઘૌરી માર્યો ગયો છે.
IAF હુમલામાં મસૂદ અઝહરનો સાળો ઠાર
ભારતીય વાયુસેના દ્વારા કરવામા આવેલા હુમલામાં 200 થી 300 આતંકી ઠાર મરાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત આતંકીઓનાં ઠેકાણા અને લોન્ચ પેડનો પણ ખાત્મો કરી દેવાયો છે. આ હુમલામાં જૈશનો આકા મસૂદ અઝહર પાકિસ્તાની સેનાની ઓથ પાછળ છુપાયો હોવાથીતો તે બચી ગયો છે પરંતુ તેનો સાળો યુસફ અઝહર ઉર્ફે ઉસ્તાદ ઘૌરીઠાર મરાયોછે.
મળતી માહિતી પ્રમાણે મસૂદનો સાળો આતંકી કેમ્પોનું સંચાલન કરતો હતો. વિદેશ સચિવ વિજય ગોયલે કહ્યું કે, “બાલાકોટ આતંકી કેમ્પમાં મોટી સંખ્યામાં જૈશના આતંકીઓ, ટ્રેઈનર્સ અને કમાન્ડર માર્યા ગયા છે. આ કેમ્પ મૌલાના યુસફ અઝહર ઉર્ફે ઉસ્તાદ ઘૌરી ચલાવતો હતો.” વિદેશ સચિવે કહ્યું કે, “નાગરિકોને કોઈ નુકસાન ન પહોંચે તે માટે થઈને જ આ લક્ષ્યને પસંદ કરવામાં આવ્યાં હતા. આ કેમ્પ એક જંગલમાં હતો.”
મસૂદના બે સાળા ચલાવતા હતા કેમ્પ
બાલાકોટમાં જે કેમ્પ પર હુમલો કરાયો છે તે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરનો સાળો અઝહર મહમૂદ ચલાવતો હતો. ઈન્ડિયન એરફોર્સના ઓપરેશન દરમિયાન તે ત્યાં હાજર હતો.
ભારતના એક્શનના ડરથી પહેલેથી જ ભાગી ગયો હતો આતંકી આકા મસૂદ અઝહર! પુલવામા જવાનોની શહાદતનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી હતી.
પુલવામા જવાનોની શહાદતનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી હતી. સૂત્રોના મતે, 12 મિરાજ ફાઈટર પ્લે પાક અધિકૃત કાશ્મીરમાં ઘુસીને જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પ પર અંદાજે 1000 કિલો વિસ્ફોટકથી હુમલો કર્યો હતો. જેને કારણે આતંકી કેમ્પ નષ્ટ થઈ ગયા છે. જોકે, જૈશના અનેક પ્રમુખને ભારત આવો હુમલો કરશે, તેનો અંદાજ પહેલેથી અનેક આતંકી સંગઠનોને આવી ગયો હતો અને તેઓ અલગ જગ્યાએ જતા રહ્યાં હતાં.
મસૂદે પણ બદલ્યું પોતાનું ઠેકાણું
ગુપ્તચર એન્જસીના મતે, આ હુમલાની જાણ જૈશના આકાઓને પહેલેથી જ હતી. આથી જ અનેક પ્રમુખ આતંકી આકાઓ સુરક્ષિત સ્થાને જતા રહ્યાં હતાં. જૈશ-એ-મહોમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરનો ભાઈ પણ પાકિસ્તાનના પંજાબમાંથી અન્ય સ્થાને જતો રહ્યો છે. સૂત્રોના મતે, મસૂદ અઝહર પણ બહાવલપુરના જૈશ કેમ્પમાંથી નીકળીને અલગ જગ્યાએ જતો રહ્યો છે. સૂત્રોના મતે, 1000 બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા છે. જેમાં આતંકી કેમ્પ પૂરી રીતે તબાહ થઈ ગયા છે.
પાકે કર્યો સ્વીકાર
પાકિસ્તાન સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વિટ કરી હતી કે મુઝફ્ફરાબાદ સેક્ટરમાં ભારતીય વિમાનોએ ઘુસણખોરી કરી હતી. ત્યારબાદ પાકિસ્તાની સેનાએ ત્વરિત કાર્યવાહી કરી હતી. મેજરે પીઓકેમાં બોમ્બ વર્ષાની તસવીરો પણ ટ્વિટ કરી હતી. ભારતીય વાયુસેના તરફથી હાલમાં કોઈ નિવેદન આપ્યું નથી.
આજે સવારે (26 ફેબ્રુઆરી) એ 3.30 વાગે ભારતીય વાયુસેનાએ LoC પાર કરીને આતંકી કેમ્પનો ખાત્મા બોલાવી દીધો છે.