શું તમને ખબર છે નાગા સાધુ અને અઘોરીઓમાં શું તફાવત હોય છે? 

શું તમને ખબર છે નાગા સાધુ અને અઘોરીઓમાં શું તફાવત હોય છે? ખૂબ ઉત્સાહથી મેળામાં આવે છે આ સાધુ.

L

વેદ અને પુરાણ અનુસાર હિન્દુધર્મમાં અનેક પ્રકારના સાધુ હોય છે. જેમાં નાગા સાધુ અને અઘોરી બંનેનો સમાવેશ થાય છે. દેખાવમાં બંનેની વેશભૂષા સરખી હોય છે. પરંતુ, સાધુ બનવાની પ્રક્રિયા, રહેવાસ, તપ-સાધનામાં ઘણો તફાવત હોય છે. નાગા સાધુ અને અઘોરીઓ ખૂબ ઉત્સાહથી કુંભમેળામાં ભાગ લે છે. અઘોરીઓ મોટા ભાગે  મૌન હોય છે. નાગા સાધુ અને અઘોરીમાં ઘણો તફાવત હોય છે.

સ્મશાનમાં કરે છે તપસ્યા

નાગા અને અઘોરી બનવા માટે ખૂબ કપરી કસોટીમાંથી પસાર થવું પડે છે. બંને પ્રકરાના સાધુ બનવા માટેની પ્રક્રિયામા આશરે 12 વર્ષનો સમય લાગે છે. નાગા સાધુ અને અઘોરી બનવા માટેની રીત જુદી જુદી હોય છે. નાગા સાધુ બનવા માટે અખાડામાં દીક્ષા લેવી પડે છે. જ્યારે અઘોરી બનવા માટે સ્મશાનમા જીવનના અમુક વર્ષો પસાર કરવા પડે છે.

નાગા સાધુઓના ગુરુ હોય છે

નાગા સાધુ બનવાની પ્રક્રિયામાં તેમના ગુરુ હોય છે. અખાડાના પ્રમુખને ગુરુ માનવામાં આવે છે. યોગ્ય શિક્ષા અને દીક્ષા બાદ નાગા સાધુ બનવાની પ્રક્રિયા પૂરી થાય છે. જ્યારે અઘોરીઓના  ગુરુ ભગવાન શિવ હોય છે. અઘોરીઓને ભગવાન શિવનો પાંચમો અવતાર માનવમાં આવે છે. અઘોરીઓને ભગવાન શિવનો પાંચમો અવતાર માનવમાં આવે છે. અઘોરીઓ સ્મશાનમાં મળદા (મૃતદેહ) પાસે બેસીને પોતાની તપસ્યા કરે છે. એવું માનવામાં આવે છે કે, આમ કરવાથી તેમને દેવી શક્તિઓની પ્રાપ્તિ થાય છે.

જાનવરોના ચામડાથી ઢાંકે છે શરીર

નાગા અને અઘોરી બાબાઓના પહેરવેશમાં પણ મોટો તફાવત હોય છે. નાગા સાધુ કદી કપડાં પહેરતા નથી. જ્યારે અઘોરીઓ એવું કરતા નથી. અઘોરીઓ જાનવરની ચામડીમાંથી પોતાનું શરીર ઢાંકે છે. એમાં પણ તે પોતાના શરીરનો નીચેનો ભાગ જ ઢાંકે છે.

કેવું હોય છે ભોજન

નાગા સાધુ અને અઘોરી બંને માંસાહારી હોય છે. જોકે, નાગા સાધુઓમાં કેટલાક શાકાહારી પણ હોય છે. પરંતુ, અઘોરી સાધુ કદી શાકાહારી નથી હોતા. એવું પણ માનવામાં આવે છે કે, તેઓ માત્ર જાનવરનું માંસ જ નહીં પણ માનવીનું માંસ પણ ખાય જાય છે.

જીવતા જ પોતનું શ્રાદ્ઘ કરે છે

નાગા અને અઘોરી પરિવારથી દૂર રહીને બ્રહ્મચર્યનું પાલન કરે છે. બંનેની પ્રક્રિયામાં પોતાનું શ્રાદ્ધ કરવાનું હોય છે. એ સમયે તેઓ પોતાના પરિવારનો ત્યાગ કરવાનું વચન લે છે. પરિવારજન અને બાકીની દુનિયાઓ માટે પણ તેઓ મૃત થઈ જાય છે. આમ થયા બાદ તેઓ ક્યારેય પોતાના પરિવારજનોને મળતા નથી.

મોટા ભાગનો સમય સ્મશાનમાં

અઘોરીઓનો મોટા ભાગનો સમય સ્મશાનમાં વીતે છે. નાગા સાધુ અનેક વખત નજરે ચડે છે. પણ અઘોરીઓ ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. નાગા સાધુઓ કુંભમેળા જેવા ઉત્સવોમાં ઉત્સાહભેર ભાગ લે છે. કુંભમેળા બાદ મોટા ભાગના નાગા સાધુ હિમાલય તરફ ચાલ્યા જાય છે. નાગા સાધુના દર્શન કર્યા બાદ અઘોરીઓના દર્શન થવા એ સાક્ષાત શિવના દર્શન થવા બરોબર છે.

બંનેની શક્તિઓ

નાગા અને અઘોરીઓ બંને સાધુ પાસે અદ્ભુત શક્તિઓ હોય છે. નાગા સાઘુઓ ઈશ્વરીય શક્તિ મેળવીને માણસોને જ્ઞાનની વાતો કરે છે સમાજમાં જ્ઞાન ફેલાવે છે. જ્યારે અઘોરીઓ પોતાની તાંત્રિક સિદ્ધિથી સમસ્યાઓનું નિવારણ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here