આપણી સરકારને એક ટેવ છે, જ્યારે તરસ લાગે ત્યારેએ ખાડો ખોદવા નીકળે..
સુરતમાં થયેલ આટલી મોટી દુર્ઘટના બાદ સરકારે જર્મન થી અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી ફાયર બસ અથવા ફાયર ક્રેન કહી શકાય તેવી મંગાવી છે.
અમુક લોકો કહી રહ્યા છે કે કેટલાય દીવસથી ઓર્ડર કરી છે,પણ આવી અત્યારે.
ત્યારે તમેં પણ જોઈ લો તમામ ફોટોગ્રાફ. ખાસ છેલ્લે સુધી આજે ફોટો જોવાનું ના ચૂકતા.
અગ્નિકાંડ બાદ તંત્ર જાગ્યું, 55 TTL ફાયર ગાડી સુરત પહોંચી, પણ 23 બાળકો પાછા આવશે ?
શહેરના સરથાણા વિસ્તારમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 22 ના મોત થયા છે ત્યારે ફાયર વિભાગની બેદરકારીને લીધે તંત્રનો ભારે વિરોધ થઇ રહ્યો છે.
ફાયરવિભાગ પાસે સીડી ન હોવાથી અનેક બાળકો મોતને ભેટ્યા હતા. ત્યારે આજે 55 ટીટીએલ ફાયરની ગાડી સુરત પહોંચી ગઈ છે. આ ફાયરની ગાડી 55 મીટર સુધી ઉંચે સુધી જાનહાની અટકાવી શકે છે.
હવે ફાયર વિભાગની સુવિધામાં વધારો થયો છે. 55 ટીટીએલફાયરની ગાડી સુરત આવી પહોંચી છે. આ ફાયરની ગાડી 55 મીટર ઉંચે સુધી આગ લાગે ત્યારે રેસ્ક્યુ કરી શકે છે.આ ફાયરની ગાડી જર્મનીથી મગાવવામાં આવી છે.
હાલ તેની કિંમત અંગે જાણકારી નથી. જર્મનીથી આ ફાયરની ગાડી મુંબઈ પોર્ટ પર આવી હતી. હવે સુરત લાવવામાં આવી છે.
ફાયર ઓફિસરે અગ્નિકાંડ અંગે જણાવ્યું હતું કે તક્ષશિલા આગની ઘટનામાં બાળકોના મોત એ ખૂબ જ દુઃખદ ઘટના છે. ચોક્કસ જો આ ફાયરની ગાડી હાજર હોતે તો રેસ્ક્યુ કરવામાં સરળતા થશે.
હાલ આ ફાયરની ગાડી ક્યાં મૂકવી તેનો નિર્ણય કરવામાં આવ્યો નથી. આ ફાયરની ગાડી અંગે ફાયરના જવાનોને તાલીમ આપવામાં આવશે. ત્યારબાદ ગાડી ફાયર સ્ટેશન પર મૂકવામાં આવશે.