પાકિસ્તાનને આપણા દેશની સેનાએ આપેલા જવાબને લઈને આ યુવાને કર્યું એવું કામ કે દિલ ખુશ થઈ જશે..

જે રીતે પુલાવામાં હુમલો થયો ત્યારબાદ દેશ કાગડોળે ભારતના જવાબની પ્રતીક્ષા કરી રહ્યો હતો, જે આજે પુરી થઈ.

જેના લીધે આખા દેશમાં ખુશીનો માહોલ છે ત્યારે વડોદરાના એક યુવાન દ્વારા રોડ ઉપર આવતા-જતા તમામ લોકોને મો મીઠું કરાવતા નઝરે પડ્યા હતા.

આ યુવાને આ પોસ્ટ ફેસબુક ઉપર મુકી હતી જેને જોરદાર પ્રતિસાદ મળ્યો અને લોકો એ આ કામ ને વધાવી લીધુ હતું.

આ યુવાન નું નામ વિલ્સન છે, જેને તમામ લોકોનું મો મીઠું પાઠવીને શુભકામનાઓ પાઠવી હતી. અને ભારતીય સેના ને પણ અભિનંદન આપ્યા હતા.

ગઈકાલે રાત્રે જે રીતે આપણી એરફોર્સ ના મીરાજ વિમાનો દ્વારા પાકિસ્તાન ને જવાબ આપવામાં આવ્યો તે જોઈ ને દેશમાં ખુશીનો માહોલ છે.

લોકો શહેરના ખૂણે ખૂણે ઉજવણી કરતા નઝરે પડ્યા છે. દારૂખાનું પણ ફોડીને “હિન્દુસ્તાન જીંદાબાદ”, ભારતમાતા કી જય, ભારતીય આર્મી રોકસ, જેવા સૂત્રો પોકારતા નઝરે ચડ્યા હતા.

ઢોલ નગારા સાથે આખા દેશમાં ઉજવણી કરવામાં આજે આવી છે.

અહીં રસ્તા ઉપર આવતા-જતા તમામ રાહદારીઓ ને મીઠાઈ ખવડાવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here