ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન છે અને જ્યાંથી આવેલ વિચિત્ર સમાચારો ચર્ચામાં આવી જાય છે અને આવી જ રીતે દરેક દેશોમાં જુદા જુદા નિયમો અને કાયદાઓ હોય છે અને જે ત્યાંના લોકોનું પાલન પણ કરે છે અને આ જ રીતે અમે તમારા માટે પાકિસ્તાનને લગતા રમુજી કાયદા લાવ્યા છીએ જેને જાણીને તમે 100 ટકા આશ્ચર્યચકિત થઈ જશો.
પાકિસ્તાનમાં કોઈ પણ તેમના વડા પ્રધાન વિશે ખોટું બોલી શકતું નથી અને જો કોઈ પણ વ્યક્તિ એવું કરતું જોવા મળે છે તો તેને આર્થિક દંડ ચુકવવો પડે છે અને સજા આપવામાં આવે છે.
પાકિસ્તાનમાં કોઇપણ અભણ વ્યક્તિ પી.એમ પણ બની શકે છે પણ જો કોઈ સ્થળે પટાવાળો બનવું હોય તો તેના માટે વાંચવું અને લખવું જરૂરી છે. તમે મુસ્લિમ હોય કે ના હોય પણ પાકિસ્તાનમાં રમઝાન મહિનામાં તમે ઘરની બહાર કંઈપણ ખાઈ શકતા નથી.
અહીં ટ્રાંસજેન્ડર વસ્તી સૌથી વધારે છે પણ પાકિસ્તાનમાં આર્મીમાં તેમના માટે કોઈ જગ્યા હોતી નથી. પાકિસ્તાનમાં લગ્ન પહેલા કોઈ પણ યુવતી સાથે રહેવું એ ગેરકાયદે માનવામાં આવે છે અને તેના પર કેસ પણ કરી શકે છે અને તમારી ગર્લફ્રેન્ડ સાથે પણ પાકિસ્તાનમાં રહી શકતા નથી.
પાકિસ્તાનમાં રહીને જો કોઈ તમને પરવાનગી વિના તમારા ફોનને સ્પર્શે કરે છે, તો તમને 6 મહિના માટે જેલની સજા આપવામાં આવે છે.
પાકિસ્તાન એ શિક્ષણમાં પછાત દેશોમાંનો એક દેશ છે, જ્યારે આને લગતો કાયદો પણ ખૂબ જ વિચિત્ર પ્રકારનો છે અને જો પાકિસ્તાનના કોઈ વ્યક્તિ માટે ભણતરનો ખર્ચ 2 લાખથી વધારે હોય છે, તો તેણે આ રકમ પર 5 ટકા ટેક્સ પણ ભરવો પડે છે.
તમે પાકિસ્તાનમાં અંગ્રેજીમાં અલ્લાહ, રસૂલ, નબી અને મસ્જિદ જેવા અરબી શબ્દોનો અનુવાદ અથવા ઉપયોગ પણ કરી શકતા નથી. પાકિસ્તાનમાં રહેતા કોઈ પણ વ્યક્તિ ઇઝરાઇલ જઈ શકતા નથી અને પાકિસ્તાન તેના દેશવાસીઓને ઇઝરાઇલને વિઝા પણ આપતું નથી અને જેના કારણે કોઈ પાકિસ્તાની ઇઝરાઇલ જઈ શકશે નહીં.