ચા વેચીને દીકરીઓને અપાવી સિદ્ધિ, આ છે દંગલ ગર્લ ના પિતા, જાણો વિગતે

ચા વેચીને દીકરીઓને આપવી સિદ્ધિ, આજે આ દીકરીઓ રાજ્ય કક્ષાએ પહોંચી ગઇ છે. આ કિસ્સો હિંમતનગર નો છે. દંગલ ફિલ્મ જેવો કિસ્સો હિંમતનગરમાં સામે આવ્યો છે. અહીં એક પિતાએ ચા વેચી વેચીને ત્રણ દીકરીઓને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડી છે.

હિંમતનગરના હાપા ગામે રહેતાં ગજેન્દ્રસિંહ મકવાણા આજે સમગ્ર ગુજરાતમાં એક રોલ મોડેલ બની ગયા છે. ગજેન્દ્રભાઈની આ સિદ્ધિને કારણે ગુજરાત સરકાર પણ તેઓને દર મહિને પાંચ હજાર રૂપિયા આપી મદદ કરે છે.ગજેન્દ્રભાઈની આ સિદ્ધિ મેળવ્યા બાદ તે ખુબ જ ચર્ચા માં આવ્યા હતા.

અને લોકો તેમની પ્રસંશા કરવા લાગ્યા હતા. ગજેન્દ્રભાઈ ને સરકાર મહિને પાંચ હજાર રુપિયા આપે છે.ગજેન્દ્રભાઈ એ ત્રણ દીકરીઓ ને રાજ્ય કક્ષા સુધી પહોંચાડી દીધી છે. અને આ દીકરીઓ સિલ્વર મેડલ પણ જીતી ચુકી છે. અને તેમની આ સિદ્ધિ જોઈ દરેક લોકો તેમની પ્રશંશા કરી રહ્યા છે. ચા વેચીને ગુજરાન ચલાવતાં પિતાએ પોતાની પુત્રીઓને રમત ગમતમાં રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડી દીધી છે.

હવે તેની પુત્રીઓ હિંમતનગર સહિત સમગ્ર જિલ્લામાં જાણે કે અન્ય દીકરીઓ માટે રોલ મોડલ બની રહી છે. આ દીકરીઓ દંગલ ફિલ્મની ગીતા અને બબીતા જેવો જોમ, જુસ્સો અને જાત પર ભરોસો ધરાવે છે. તો પિતામાં પણ જાણે ઠાંસીને જુસ્સો દેખાઈ આવે છે.

હિંમતનગર નજીક આવેલાં હાપા ગામની આ દીકરીઓએ રમત ગમતમાં કરાટેમાં પોતાનુ કૌવત બતાવી હાલ રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચીને સિલ્વર મેડલ પણ મેળવી જીતી ચૂકી છે. સિલ્વર મેડલ જીત્યા બાદ આ દીકરીઓ ની ખૂબ જ પ્રસંશા થઈ રહી છે.અને ગજેન્દ્રભાઈ ની પણ લોકો ખૂબ જ પ્રસંશા કરી રહ્યા છે.

ગજેન્દ્રભાઈ હિંમતનગર ના હાપા ગામમાં રહેતા હતા.હાપા ગામના ગજેન્દ્રસિંહ મકવાણાની દીકરી તોરલે પરિવારમાં સૌથી પહેલાં કરાટેની તાલીમ લેવા માટે પહેલ કરી અને પરીવારે તે માટે તેનાં ચહેરા પર રહેલાં જુસ્સા કરતાં બમણાં જોમ અને જુસ્સાથી તેને 6 વર્ષ અગાઉ કરાટેની તાલીમ અપાવવાની શરુ કરી.

આ જોઈને તેમની બીજી દીકરી માયાએ પણ તોરલની જેમ કરાટેમાં કિસ્મત અજમાવવા શરુઆત કરી. તેમજ છેલ્લે બિજલ પણ કરાટેમાં જોડાઈ ગઈ હતી. આ પછી ગજેન્દ્રભાઈ ની ત્રણેવ દીકરીઓ કરાટે ની ટ્રેનીંગમાં જોડાઈ ગઈ હતી.

આ પછી તેમની બે દીકરીઓ રાજ્ય કક્ષા સુધી પહોંચી હતી. અને સિલ્વર મેડલ પણ જીતી હતી.મોટી પુત્રી તોરલ મકવાણા કહે છે કે, અમે પરિવારમાં 5 બહેનો છીએ. અને જેમાં અમે ત્રણ બહેનો કરાટે શીખ્યા છીએ. અમે બે બહેનો નેશનલ સુધી પહોંચ્યા છીએ. આગામી ટાર્ગેટ ઇન્ટરનેશલન ગેમ્સમાં ભાગ લેવાનો છે.

બીજી સફળ પુત્રી માયા મકવાણા કહે છે કે, અમે આ માટે ઘરે અને મેદાનમાં પણ તાલીમ મેળવવા માટે જઇએ છીએ. નિયમિત રીતે તાલીમ મેળવીને અમે નેશનલ સુધી પહોંચ્યા છીએ. સૌથી મોટી દીકરી તોરલ હાલ 13 વર્ષની છે અને તે કરાટેમાં બ્લેક બેલ્ટ ધરાવે છે. તો બીજી પુત્રી માયા હાલમાં 11 વર્ષની છે અને તે બ્રાઉન બેલ્ટ ધરાવે છે. સૌથી નાની સાત વર્ષની બિજલે પણ બંને બહેનોનાં પગલે હાલ ઓરેન્જ બેલ્ટ હાંસલ કરી ચૂકી છે. તે પણ બ્લેક બેલ્ટ મેળવવાની ધગશ ધરાવે છે.

આમ ગજેન્દ્રભાઈ ની ત્રણેવ દીકરીઓ કરાટે માં સફળતા પ્રાપ્ત કરી ચુકી છે.અને તેમની બે દીકરીઓ નેશનલ સુધી પણ પહોંચી ગઈ છે. અને તે સિલ્વર મેડલ પણ પ્રાપ્ત કરી ચુકી છે. ગજેન્દ્રભાઈગ એક ખુબજ સામાન્ય પરિવારમાંથી આવે છે. અને તે એક નાનકડી ચા ની દુકાન ચલાવતા હતા. અને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જેન્દ્રસિંહ મકવાણા આમ તો ચાની નાનકડી દુકાન ધરાવે છે. અને ચાની દુકાનથી સાંજ પડ્યે થતી ત્રણ આંકડાની માંડ આવકમાંથી પોતાનાં પરિવારનુ ગુજરાન કરે છે.

ગુજરાન ચલાવાની સાથે કરાટેની તાલીમ દીકરીઓને આપવી અને તે માટે કરવો પડતો ખર્ચ એ તેમના માટે જાણે કે આભને સાંધવા રુપ હતું. આમ છતાં પણ તેમણે મનને મક્કમ કરીને પોતાની પુત્રીઓને તેમના સપના પુરા કરવા શક્ય તમામ પ્રયાસો કર્યા, અને એ જાણે કે હવે સફળતાને આંબી ચુક્યા છે. ત્રણ પૈકી બે પુત્રીઓ તોરલ અને માયા બંને નેશનલ સ્કુલ ગેમ્સમાં સફળતા મેળવી ચુકી છે અને તેઓ હજુ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખિતાબ મેળવે તે માટે તૈયારીઓ કરાવી રહ્યા છે.અને ગજેન્દ્રભાઈ તેમની ત્રણેવ દીકરીઓ ને જાતે જ ટ્રેનિંગ આપે છે.

તેમની દીકરીઓ ને ઇન્ટરનેશનલ સુધી પહોંચાડવા માટે તેમને કડક તાલીમ આપી રહ્યા છે.અને તેમને ગોલ્ડ મેડલ આપી શકે તેવી મહેનત કરવી રહ્યા છે. ગજેન્દ્રસિંહના મન તેમની પાંચેય દીકરીઓ દીકરા જ છે. અને એટલા જ મનોબળથી દીકરીઓએ પણ પોતાને શક્તિશાળી દીકરા સમાન હોવાનું પણ જાણે કે સાબિત કરી બતાવ્યુ છે. હવે પિતા હોવા છતાં પણ હવે તેઓ દીકરીઓની સફળતાના નામથી જ ઓળખાવા લાગ્યા છે.

કેન્દ્ર સરકાર પણ તેમની બંને પુત્રીઓ માટે હવે દર માસે 5 હજાર રુપિયા સહાય આપે છે. આમ હવે પુત્રીઓને તાલીમ અને અભ્યાસમાં પણ આર્થિક રીતે રાહત થઇ છે. અને સરકારના આ 5 હજાર રુપિયા દ્વારા તેમને આર્થિક રીતે રાહત મળે છે. અને તેમનું ગુજરાન ચલાવે છે. તેમની બધી દીકરીઓ હાલમાં અભ્યાસ કરી રહી છે.

સફળ પુત્રીઓના પિતા ગજેન્દ્રસિંહ મકવાણા કહે છે કે મારા માટે મારી પુત્રીઓ દીકરા જ છે અને એ રીતે જ તેમને આગળ વધારી છે. ચા અને ખેતીકામ કરીને ગુજરાન ચલાવું છું પણ આશા છે કે દીકરીઓ આંતરરાષ્ટ્રીય રમત સુધી પહોંચી શકશે.કરાટેના પ્રશિક્ષક જુજારસિંહ વાઘેલા કહે છે કે બે પુત્રીઓ નેશનલ ગેમ્સમાં સફળ થઇ છે અને એટલે જ તેમને સરકારે પણ સહાય આપવી શરુ કરી છે.

બંને તૈયાર કરવા માટે તેના પિતા ચાની દુકાનમાંથી ઓછી આવક હોવા છતાં પણ તેઓએ સંઘર્ષ કર્યો.આમ ગજેન્દ્રભાઈ ની આર્થિક પરિસ્થિતિ સારી ના હોવા છતાં તેમની દીકરીઓ ને કરાટે ચેમ્પિયન બનાવી છે. અને તેમની દીકરીઓ એ તેમને સિલ્વર મેડલ પણ જીતી આપ્યો છે.

આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here