એક મહિના સુધી નહીં ઉડાવી શકે ફાયટર પ્લેન, આ કારણ થી થશે 3 લેયરની તપાસ…

ભારતીય વાયુસેનાના જાંબાઝ વીંગ કમાન્ડર ગઈ કાલે ભારત પરત આવ્યા હતા, વીંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન 58 કલાક પછી ભારત આવ્યા, નિયમોના લીધે ભારતીય વાયુસેના સૌથી પેહલા તેમની હેલ્થ ચેકઅપ કરશે. આ માટે અભિનંદન હમણાં પોતાના ઘરે નહિ જઈ શકે, આ દરમિયાન તેમણે ઘણીવાર પૂછતાછ માટે બોલાવવામાં આવશે, જેમાં એમને હાજર રહેવું પડશે, આ પ્રક્રિયામાં 1 મહિનાથી વધુ સમય લાગશે,જેના લીધે તેઓ ત્યાં સુધી કોઈપણ ફાયટર પ્લેન નહિ ઉડાવી શકે.

કેવી થશે તેમના તપાસની પ્રક્રિયા

(1) સૌથી પેહલા તેમની તપાસ રેડક્રોસ કરશે.

એમાં જોવાનું આવશે કે એમને કેટલી ઇજા આવી છે, શુ એમને ટોર્ચર કરવામાં આવ્યા છે ? ટોર્ચર થયું છે તો કેટલી હદ સુધી ? શુ એમને ડ્રગ આપવામાં આવ્યું હતું ?

આ એટલા માટે થાય કે જો ટોર્ચર થયું હોઈ તો ભારત આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ ઉપર લઈ જઈ શકે, જીનીવા સંધિ મુજબ યુદ્ધકેદીઓ સાથે ગેર વર્તણુક થઈ શકે નહીં.

(2) એરફોર્સ કરશે પૂછતાછ અને સરકારને બતાવશે

અભિનંદન ને સૌથી પેહલા દિલ્હી પાલમ ટેક્નિકલ એરિયામાં સૌથી પેહલા એરફોર્સ ના પ્રશ્નો ના જવાબ આપવા બોલાવવામાં આવશે, જેમ કે પાક માં શુ પૂછ્યું ? કેટલી વાર પૂછતાછ કરી ? શુ જવાબ તમે આપ્યા ? આનો રિપોર્ટ બનાવીને સરકારને આપવામાં આવશે .

આ એટલા માટે કે આ પ્રશ્નો અને જવાબો જોઈને કોઈવાર ભારત દુષમનદેશના પાયલોટ ને પણ આવું પૂછી શકે એ માટે.

(3) રો અને આઈબી અલગ અલગ કરશે તપાસ

આ ખુબજ મહત્વનું છે, રો અને આઈબી અલગ અલગ સમએ પૂછતાછ કરશે અને માહિતી ભેગી કરશે. ઉપરાંત પાકિસ્તાનની માહિતો પણ ભેગી કરવામાં આવશે, અહીં પાક સેનાના નિયમો વિશે વિશ્લેષણ કરવામાં આવશે.

આ તપાસ કેટલાય પ્રકારની હોઈ છે જેમાં અમુક વાર એક મહિનો કરતા વધુ સમય લાગી શકે. આ એટલા માટે કે રો અને આઈબી પાકિસ્તાન વિશે જીણા ના જીણી માહિતી એકઠી કરી શકે, વર્તમાન પરિસ્થિતિ ના આધારે.

કેમ બદલવામો આવ્યો અભિનંદન ને છોડવાનો સમય??

પાકિસ્તાની વાયુસેનાએ અભિનંદન ને ભારત સોંપતા પેહલા સોંપવાનો સમય 2 વાર બદળવમાં આવ્યો, આ એટલા માટે કે આ પેહલા અભિનંદન નું વીડિઓ રેકોર્ડિંગ કરવામાં આવ્યું.

પાકિસ્તાની વિમાન ને ભારતમાં ઘૂસતા રોકતી વખતે અભિનંદન નું મિગ પ્લેન ક્રેશ થયું હતું, જેથી તે POK માં પડ્યા હતા એને Pok માં પાક આર્મીએ તેમને પકડ્યા હતા.

આ માટે ભારતે વગર શર્ત અભિનંદન ને ભારત પાછો સોંપવાની માંગ કરી હતી જેને પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન એ સંસદ માં મૂકી ને સ્વીકાર કરી હતી.

દિવસ ભર અભિનંદન ના છૂટે એટલા માટે પાકિસ્તાન ની હાઇકોર્ટ માં અમુક સંગઠનો દ્વારા અરજી કરવામાં આવી હતી.

તો અમુક પકીસ્તાની લોકોએ અભિનંદન ને પરત જલ્દી મોકલાય એ માટે રોડ ઉપર ઉતરીને દેખાવ કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here