આજે જ કરીલો આ ઉપાય મહાદેવ થઈ જશે મહેરબાન,રાતોરાત બની જશો ધનવાન.

આમતો શિવજી ભોળાનાથ કોઈ પણ સમય એ પ્રસન્ન થઈ શકે છે મહાદેવ એ સૌથી ભોળા છે.ત્યારે હવે ભોલેનાથને પ્રસન્ન કરવાનો ખાસ અવસર એટલે મહાશિવરાત્રિ નજીક જ છે.આ વખતે મહાશિવરાત્રિ 21 ફેબ્રુઆરી અને શુક્રવારના રોજ છે.કહેવાય છે કે મહાશિવરાત્રિ એટલે શિવ અને શક્તિના મિલનની રાત.માન્યતા છે કે આ રાત્રે આધ્યાત્મિક શક્તિઓ જાગૃત થાય છે.ત્યારે આ ખાસ અવસર પર ભોળાનાથ માટે એવું કહેવાય છે કે તેઓ ખુબજ ઝડપી પ્રસન્ન થઈ જાય છે.

આજે અમે તમને જણાવીશું ભોળાનાથ ને પ્રસન્ન કરવા માટે અમુક ખાસ ઉપાય કરવાના છે તો આવો જાણી લઈએ આ ઉપાય વિસે.શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે કે મહાશિવરાત્રિના દિવસે કેટલાક જ્યોતિષિય ઉપાય કરવાથી તમામ તકલીફો દુર થાય છે.આ સિવાય કેટલાક એવા ઉપાય છે જે કરવાથી સકારાત્મક પરિણામ મળે છે.અને આવા ઉપાયો કરવાથી તમને સુખ સમૃદ્ધિ ની પ્રાપ્તિ પણ સાબિત થાય છે.

આપણે સૌથી પહેલા જાણી લઈએ ધન પ્રાપ્તિ માટે કયો ઉપાય કરવાનો છે. મહાશિવરાત્રિએ ભગવાન શિવજીના વાહન નંદીને લીલું ઘાસ ખવડાવો.સાંજના સમયે મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ કરો.આવું કરવાથી ફસાયેલા નાણાં પરત મળે છે. અને ધન ની પ્રાપ્તિ ના સંયોગ વધી જાય છે.આગળ તમને જણાવીશું કે શત્રુ થી બચવા માટે તમારે શુ કરવું જોઈએ.જો કોઈ શત્રુ તમને પરેશાન કરી રહ્યા હોય તો મહાશિવરાત્રિએ શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર દુધનો અભિષેક કરવો તેમજ રૂદ્રાષ્ટકનો પાઠ કરવો.આ કરવાથી તમને શત્રુઓ થી છુટકારો મળશે.

આગળ વાત કરીએ તો જો તમારે તમારી દૂર ભાગ્ય દૂર કરવું છે તો આ માટે શું કરવું.જો તમારી કિસ્મત સાથ ન આપતી હોય તો મહાશિવરાત્રિના દિવસે અનાથ આશ્રમનાં બાળકોને ભોજન કરાવો.જરૂરિયાત મંદોની મદદ કરો.આવું કરવાથી તમામ સમસ્યાઓ નું નીરાકરણ આવી જશે.માટે હવે જો તમે આ સમસ્યા દૂર કરવા માંગો છો તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ.

હવે આગળ વાત કરીએ આર્થિક રીતે તંગી હોય તો તમારે શું કરવાનું રહેશે.નોકરી કે વેપારમાં પરેશાની આવી રહી હોય તો મહાશિવરાત્રિએ ઉપવાસ રાખો અને શિવલિંગ પર મધથી અભિષેક કરો.આવું કરશો તો તમને જરૂરથી રસ્તો મળી જશે.તમારે પૈસા આવવાનાં રસ્તાઓ આપો આપ ખુલી જશે અને રાતોરાત ભાગ્ય ચમકી ઉઠશે.આ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here