મેળા તમે ખુબજ જોયા હશે, એ ચાહે નાનપણમાં ચગદોડ મેળો હોઈ કે યુવાન થયા બાદ ટેક મેળો, અને ઘરડા હોઈ તો કુંભ મેળો કે મીની કુંભ મેળો, આજે અમે તમને એક એવો મેળો પણ બતાવીશું. જ્યાં તમે અત્યારે ગમે તે ઉંમર હોઈ તો પણ જવાનું પસંદ કરશો જી હાં તો વાંચો…
આપના દેશની પરંપરા અને સંસ્કૃતિની વાત જ નિરાલી છે. આપનો દેશ આટ આટલા વર્ષો પછી પણ જો ઉચ્ચ કક્ષાએ હોઈ તો એનું એક કારણ આપણી સભ્યતા પણ છે. ભારતમાં અમુક પરંપરા એવી છે કે જેને જાણીને સૌ કોઈ ખુશ થઈ જાય તો અમુક એવી પરંપરા પણ છે જેને જાણી ને લોકો અચંબિત થઈ જાય. અને એની ઉપર વિશ્વાસ પણ ના કરે. આજે અમે તમને સૌને એક એવી જ પરંપરાની વાત કહેવા જઈ રહ્યા છે તો વાંચો અને શેર કરજો.
હિન્દી પિક્ચરોમાં મેળો જોવા ગયેલા અને ગયેલી હીરો-હીરોઇનું નું મિલન તમે ગણી વાર જોયું હશે પણ એ પિક્ચર પ્રમાણે ફિલ્મી હોઈ છે. આપના ભારતમાં એક એવો મેળો પણ ભરાય છે. આ એક એવો મેળો છે જ્યાં જવા માટે તમામ કુવારાઓનું મન ખીલી ઉઠે છે. જ્યાં તમને જે છોકરી ગમે એની ઉપર તમારે ગુલાલ ગાલે લગાવી ને કહેવાનું અને જો એ છોકરી તમને પસંદ કરે તો એ છોકરી પણ તમને સામે ગુલાલ લગાવશે.
આ મેળો મધ્યપ્રદેશના ઈન્દોર અને આદિવાસી પટ્ટાના ઝાબુઆ, ખરગોન માં થાય છે. આ મેળાને સ્થાનિક ભાષામાં “ભગોરીયો મેળો” કેહવાય છે.
આ સમયમાં આજુબાજુના તમામ એરિયામાંથી મોટી પ્રમાણમાં આદિવાસીઓ એક થાય છે અને પોતાના ઈસ્ટ દેવને પ્રાર્થના કરી ને આ મેળાની શરૂઆત કરે છે.
આ ભગોરીયા મેળામાં યુવક-યુવતીઓ ખુબજ તૈયાર થઈને આવે છે. અહીં પોતાની મનગમતી છોકરી કે છોકરો સિલેક્ટ કરવાની આ રીત અનોખી છે. તમને ગમે એ છોકરી ઉપર તમારે ગુલાલ નાખવાનું હોઈ છે એટલે ગાલે લગાવવાનું હોઈ છે.
બીજી રીત એ પણ છે કે તમને ગમતી છોકરીને તમારે મીઠું પાન આપવાનું જો એ છોકરી તમે આપેલું પાન ખાઈ લે તો તમે પણ એ છોકરીને ગમો છો અને તમે ત્યાથીજ એ છોકરીને લઈ ને ભાગી શકો છો.
આદિવાસી સંસ્કૃતિએ આ દેશ સાચવી રાખ્યો છે. જંગલ બચાવવામાં મુખ્યત્વે રોલ આદિવાસી સમાજનો રહ્યો છે. આ જંગલ એમનું ઘર છે. તેઓ એમની સંસ્કૃતિ પ્રમાણે લગ્ન કરે છે. મને ખ્યાલ છે ત્યાં સુધી આવો એક મેળો માઉન્ટ આબુ ખાતે પણ ભરાય છે. જ્યાં તમને ગમતી છોકરીને તમારે હાર પહેરાવીને પસંદ કરવાની હોય છે.
જો તમને આ લેખ ગમ્યો હોઈ તો શેર કરજો..