આ જગ્યાએ આવેલ છે”માના”નામનું એક એવું ગામ, કે જેની ધરતી પર પગ મુકતા જ થાય છે ધનલાભ,જાણો એના પાછળ નું આ રહસ્ય….

આમ તો ભારતમાં ઘણા પૌરાણિક મંદિરો અને પ્રસિધ્ધ જગ્યાઓ આવેલી છે.ભારત નો ઈતિહાસ ખુબ જ રોચક છે અહિયાં દરેક જગ્યા નુ પોતાનું અલગ મહત્વ છે તેમજ તેનો અલગ અલગ ઈતિહાસ પણ છે. આજે અમારે એવી જ એક જગ્યા ની વાત કરવી છે. જેને સ્વર્ગ નુ દ્વાર પણ માનવામાં આવે છે. આ છે ભારત ની સરહદ નું છેલ્લું ગામ ‘માના’ જ્યાં કુદરત ની અસીમ કૃપા વરશી છે. આને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે.તેમજ જોવા મા દુર્લભ દૃશ્યો અહિયાં ની ખાસિયત છે.

પૈસા આજ ના સમય ની જરૂરી માંગ છે અને આ એક એવી વસ્તુ છે જેની પાછળ આખી દુનિયા ગાંડી તુર છે. આ વાત થી કોણ અજાણ છે કે અત્યાર ના યુગ મા બધા લોકો ને પૈસા ની જરૂર તો હોય જ છે.અને અત્યારે બધા જ કામ પૈસા વગર શક્ય નથી. માનવ જીવન નો આધારસ્તંભ પૈસાના આધાર ઉપર ઉભો છે. ધન વગર અત્યારે મનુષ્ય જીવન જીવવું ઘણું મુશ્કેલ બની ગયું છે. મનુષ્ય રાત દિવસ મેહનત કરે છે જેથી તે વધુ ને વધુ પૈસો કમાઈ શકે. અને પોતાનું અને પરિવાર નું ગુજરાન ચલાવી શકે.ઘણી મેહનત કરવા છતાં પણ તે જોઈએ તેટલું ધન બચાવી નથી શકતો તેમજ પોતાની ઈચ્છાઓ ની પૂર્તિ નથી કરી શકતો.અને ઉચ્ચઓ ને દબાવી દે છે.

આ મુશ્કેલી માંથી પાર પડવા મનુષ્ય દેવી દેવતાઓ અને મંદિર થી લઈને દરગાહ સુધી બધી જ જગ્યાએ માથું નમાવે છે. પૈસા ની અછત ને દૂર કરવા મનુષ્ય કોઇપણ કામ કરવા તૈયાર થઇ જાય છે. તો આજે અમારે તમને એવી વાત કરવી છે ભારત ની એવી જગ્યા ની કે જ્યાં જવા માત્ર થી માણસ ની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.હા મિત્રો પૈસાની પણ.આ સાંભળીને તમને આશ્ચર્ય થયુને પણ આ વાત સાચી છે.

તમને હવે જાણવાની તાલાવેલી લાગી હશે કે ક્યા આવેલી છે આ જગ્યા.તો ચાલો જાણીએ.આ જગ્યા આપણા કુદરતી સૌંદર્ય વાળા ભારત દેશ ના ઉત્તરાખંડ ના ચમોલી જિલ્લા મા આવેલી છે જે પવિત્ર યાત્રા ધામ બદ્રીનાથથી માત્ર ચાર કિલોમીટર આગળ ભારત અને તિબેટ તેમજ ચીન ની સરહદ નજીકનું ભારતની સરહદ નુ છેલ્લું ગામ એટલે કે ‘માના’. પ્રાચીનકાળ મા આ ગામ નુ નામ ભગવાન શિવ એટલે કે ભોળાનાથ ના પરમ ઉપાસક ભક્ત મણિભદ્રના નામે જાણીતું હતું.

પરંતુ ભારતીય શાસ્ત્રો મા ઉલ્લેખ છે કે આ ગામ મા પગ રાખતા જ દરેક મનુષ્ય ના પાપ ક્ષીણ થઇ જાય છે.અને તે એકદમ શુદ્ધ થઈ જાય છે.આ કારણ ને લીધે પ્રાચીન યુગ મા તેને શ્રાપ રહિત માનવામાં આવતું હતું. અને જેનો ઉલ્લેખ પણ આપણા પુરાણોમા અવશ્ય જોવા મળે છે.આમ તો એવું પણ માનવામાં આવે છે કે આ ગામમા જે કોઈ વ્યક્તિ આવે છે તે અવશ્ય સ્વપ્નદ્રષ્ટા બની જાય છે.

તેને તેના ભવિષ્ય મા થનારી બધી જ ઘટનાઓ વિશે ની માહિતી અગાવ મળી જાય છે. ભગવાન ભોળાનાથ ની અસીમ કૃપા આ ગામ પર હોવાથી, આ ગામ મા આવતા દરેક મનુષ્ય ને આર્થિક અછત ની પીડા માંથી મુક્તિ મળે છે.અને તેને પૈસાની તંગી રહેતી નથી.

મિત્રો અહીંની પૌરાણિક કથા આ પ્રમાણે છે.તો ચાલો જાણીએ.આ ગામ સાથે એક ખાસ પૌરાણિક કથા પણ જોડાયેલી છે કે જેમાં ઉલ્લેખ છે કે પ્રાચીનયુગ મા માણિક શાહ નામનો એક વેપારી રહેતો હતો.અને તે ભગવાન ભોળાનાથ નો પરમ ભક્ત પણ હતો. તે વેપારી ખૂબ ભોળો પર્સન હતો.એક સમય ની વાત છે કે પોતાના વ્યાપાર માટે યાત્રા પર નીકળ્યો ત્યારે વચ્ચે લૂંટારાઓએ તેનું માથુ કાપી ને તેની હત્યા કરી નાખી હતી.

પરંતુ શરીર થી માથું અલગ થયા બાદ પણ તે ભગવાન ભોળાનાથ પ્રત્યે ની શ્રધ્ધા થી કપાયેલું મસ્તક પણ શિવ જાપ કરતું હતું. અને આ જાપ થી ભગવાન શંકર પ્રસન્ન થયા અને તેમના ધડ ઉપર મોર નુ મસ્તક લગાવી દીધું અને ત્યારથી જ આ ગામનું નામ ‘માના’ પડ્યું અને આ ગામમા મણિભદ્ર ની પૂજા અર્ચના થવા લાગી.

આવો અહીં બીજું અન્ય શું છે ખાસ જોવા માટે તે જોઈએ.આ સાથે ભગવાન ભોળાનાથે પ્રસન્ન થઈને માણિક શાહ ને વરદાન આપ્યું હતું કે અહિયાં આ ગામ ‘માના’ મા આવનાર દરેક મનુષ્ય ની ગરીબી દુર થશે તેમજ તે ધન-ધાન્ય થી સમ્પન્ન થશે. અને તેની દરેક મનોકામના પૂર્ણ થશે.અહિયાં બાજુમા આવેલ એક ગુફા વેદ વ્યાસજી ની છે ત્યાં વ્યાસજી ના કહ્યા અનુસાર મહાભારત ની રચના તેમજ ભગવાન ગણેશ દ્વારા લેખન કરવામાં આવ્યું હતું. દ્વાપર યુગ મા મહાભારત નુ યુદ્ધ પૂરું થયા બાદ દ્રોપદી સાથે પાંચ પાંડવ આ ગામ માંથી સ્વર્ગ મા જતા અહીંથી પસાર થતા સ્વર્ગારોહિણી સીડી સુધી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here