આ છે દુનિયા ના સૌથી મોટા શોપિંગ મોલ, જોઈ ને તમે કહેશો વાહ

શોપિંગ મોલ એક એવું કેન્દ્ર છે જ્યાં તમને બધી વસ્તુ અને સુવિધાઓ મળી જાય છે. દુનિયાના કેટલાય શોપિંગ મોલ પોતના ગ્રાહકોને આકર્ષિત કરવા માટે અનેક પ્રકારની સુવિધાઓ પ્રદાન કરે છે.

આજે અમે એવા જ કેટલાક શોપિંગ મોલની વાત કરવા જઈ રહ્યાં છીએ. જેમાં 7 સ્ટાર હોટેલથી લઈને વૉટર પાર્ક, ઓડિટોરિયમ જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. જેના વિશે જાણીને તમે દંગ રહી જશો. આ છે દુનિયાનાં મશહૂર શોપિંગ મોલ.

સન વે પિરામિડ શોપિંગ મોલ

તમે આ શોપિંગ મોલના નામથી જાણી ગયા હશો કે આ શોપિંગ મોલ પિરામિડ થીમ પર બન્યો હશે. આ શોપિંગ મોલનો આકર્ષક બિંદુ છે એનો મુખ્ય દ્વાર એના ગેટ પર પિરામિડ થીમ જેમ એક વિશાળ શેર બનાવ્યો છે. આ શોપિંગ મોલને 1957 માં શરૂ કર્યો હતો. 2007 માં તેનું પુનઃ થોડું કામ કરાયું હતું. તેમાં લગભગ 800 થી900 દુકાન આવેલી છે.

સહવર શોપિંગ મોલ

આ શોપિંગ મોલ તુર્કી દેશનાં સ્તામ્બુલમાં સ્થિત છે. તેનું પૂરું નામ સ્તામ્બુલ સહવર શોપિં ગ ઍડ એંટરટેનમેન્ટ સેન્ટર છે. આ મોલ યુરોપનો સૌથી મોટો મોલ છે. જે 4,20,000 સ્કવે ર ફૂટમાં ફેલાયેલ છે.

2005 માં ખોલાયેલ આ શોપિંગ મોલ 343 દુકાનો, 48 રેસ્ટોર ન્ટ, 12 મુવી થિએટર, 1 શો સ્ટેજ, 1 બોલિંગ હોલ આવેલ છે. આ શોપિંગ મોલમાં બધા ઇન્ટરનેશનલ બ્રાન્ડના શૉ રૂમ અને બધા પ્રકારના ફાસ્ટફૂડ આસાનીથી ઉપલબ્ધ કરાયેલ છે.

મિડવૈલી મેગા મોલ

મિડવૈલી મેગા મોલ મલેશિયાનો પ્રસિદ્ધ શોપિંગ મોલ છે. જે 4,20,000 સકવેર ફૂટમાં બન્યો છે. આ શોપિંગ મોલ 1994 માં શરૂ કર્યો હતો. જેમાં 500 દુકાનો, ખાલી દુકાનો જ નહીં એમાં વિશાળ ઓડિટોરિયમ અને હોટેલ આવેલ છે, જેમાં લગભગ 650 રૂમ આવેલ છે.

સેન્ટ્રલ વર્લ્ડ

થાઈલેન્ડ બેન્કોક માં બનેલ મોલ સારી દુનિયામાં મશહૂર છે. સેન્ટ્રલ વર્લ્ડ શોપિંગ મોલ 4,29,500 સકવેર મીટરમાં ફેલાયેલ છે. આ વિશાળ મોલની શરૂઆત સન 1990માં થઈ હતી. આ શોપિંગ મોલ માં 495 દુકાનો સાથે સાથે કેટલીય સુવિધાઓ ઉપલબ્ધ છે.

તેમાં એક ફાઈવ સ્ટાર હોટેલ.એક વિશાળ ઓડિટોરિયમ, એક ઑફિસ ટાવર અને ઘણું વિશાળ પાર્કિંગ આવેલ છે. આ શોપિંગ મોલનું નામ વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટર હતું.

પર્શિયન ગલ્ફ કોમ્પ્લેક્ષ

ઇરાનના સીરાજમાં 4,50,000 સકવેર ફૂટમાં નિર્મિત આ મોલને દુનિયાના સૌથી મોટા મોલમાં ગણતરી કરવામાં આવે છે. આ શોપિંગ મોલ 2011 માં શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં 2500 દુકાનો આવેલ છે.

જેમાં કેટલીય સુવિધાઓ ઉપલબ્ધ છે. જેના આધાર પર તેને દુનિયાના સૌથી મોટા મોલની ગણતરીમાં લેવાય છે. એમાં એક સ્વિમિંગ પુલ, 1 ઓડિટોરિયમ, 1 ટેનિસ કોર્ટ, 1 હોટેલ, 6 સિનેમા થિએટર એમાં કેટલીય સુવિધાઓ મોજુદ છે.

વન ઉતેમા

વન ઉતેમા શોપિંગ મોલ મલેશિયાનો બીજો મોલ છે. જેને દુનિયાના 10 મોટા મોલમાં ગણવામાં આવે છે. મલેશિયાનું આ શોપિંગ મોલ 4,65,000 સકવેર ફૂટમાં ફેલાયેલ છે. અહીંયા 400 થી વધારે દુકાનો અને કેટલાય સુપર માર્કેટ છે.

ઇસફાહન સીટી સેન્ટર

ઇસફાહન સીટી સેન્ટર શોપિંગ મોલ ઇરાનના ઇસફાહનમાં શહેરમાં બનેલ છે. આ શોપિંગ મોલ 4,70,000 સકવેર ફૂટમાં બન્યો છે. આ મોલ ઇરાનના મહત્વ પૂર્ણ પ્રોજેકટમાં શામિલ હતું. એમાં એરલાયસન્સ ની ઑફિસથી લઈને સેવન સ્ટાર હોટેલ સુધી બધી સુવિધા ઓ ઉપલબ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here