73 વર્ષની ઉંમરે દાદી એ આપ્યો એક નહીં જુડવા બાળકોને જન્મ, નોંધાયો એક અનોખો રેકોર્ડ

મિત્રો આજે અમે તમારા સમક્ષ એક એવી ઘટનાં લય ને આવ્યાં છે જે જાણીને તમે ઓણ ચોંકી જશો. સામાન્ય રીતે આપણે સૌ જાણીએ જ છીએ કે મહિલાને માં બનાવા માટે ની એક લિમિટ હોય છે. અને આ લિમિટ મુજબ મહિલા 40 થી 50 વર્ષ સુધી માતા બનવાની ક્ષમતા ધરાવતી હોય છે.

પરંતુ હાલના ફાસ્ટફૂડ ના જામનાં માં ભાગ્યે જ કોઈ મહિલા 40 થી 50 વર્ષની ઉંમરે કોઈ બાળકને જન્મ આપી શકે. ત્યારે આજેજ એક એવો કિસ્સો આપણી સમક્ષ આવ્યો છે જેણે સૌ કોઈને હેરાન કરી દીધાં છે. મિત્રો આજે એક એવો કિસ્સો આવ્યો છે જે મુજબ એક 73 વર્ષની મહિલાએ બાળક ને જન્મ આપ્યો છે અને તે પણ જુડવા બાળકો હવે તમને આ વાતની નવાઈ લાગશે જ.

કારણેકે એક સામાન્ય મહિલા લગભગ 50 વર્ષ સુધી માં બનીશકે છે. પરંતુ આ મહિલાએ આ રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. કારણ કે આ મહિલાએ 73 વર્ષની ઉંમરે એક નહીં પરંતુ જુડવા બાળકોને જન્મ આપ્યો છે. સામાન્ય રીતે 73 વર્ષની કોઈ મહિલા એટેલ દાદી કેહવાય પરંતુ આ મહિલાએ તો તે ઉંમરે એક નહિ પરંતુ બે બાળકોને જન્મ આપ્યો.

ત્યારે હવે તમારા મનમાં પણ ઘણાં પ્રશ્નો થતાં હશે તો આવો જાણી લઈએ આ તમામ પ્રશ્નોનું નિરાકરણ વાત કરીએ આ દાદી વિશે વિગતે તો આ દાદી નું નામ છે યેરમતી મંગાયમ્માં. જેઓએ 73 વર્ષની ઉંમરે આંધ્રપ્રદેશના ગુન્ટૂર જીલ્લામાં એક નહિ પરંતુ બે જુડવા બાળકોને જન્મ આપ્યો છે.

આ દાદી ના પતિનું નામ છે યેરમતી સિતારામ રાજારવ છે. આ કપલ જૂના ગોદાવરી જીલ્લાના નેલાર્પતીપડું ગામમાં વસવાટ કરે છે. અગાવ આ કપલ ને કોઈ સંતાન હતાં નહિ તેથી પત્નીને બધા ખુબ જ ટોણા મારતા હતા. લોકોના ટોણા થી હેરાન આ કપલ એ ઘણા ઉપાયો કર્યા હતાં. આ કપલ એ વર્ષોથી ઘણી હોસ્પીટલના ચક્કર લગાવ્યા.

અને આ મુશ્કેલીનો ઉપાય કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ તેઓને કોઈ રીતનું સમાધાન મળ્યું ના હતું. વધુ વાત કરીએ તો આ કપલનું લગ્ન 22 માર્ચ 1962 ની સાલ માં થયું હતું. હવે એ વાતતો સ્વાભાવિક છેકે સંતાન ની ઈચ્છા તો સૌ કોઈ રાખે છે તેમ આ કપલ ની પણ સંતાન ની ઈચ્છા હતી.

પરંતુ થોડા આંતરિક કેહવાય અથવાતો શારીરિક કેહવાય તેવા કારણો ને ચલતે સંતાન પ્રાપ્તિ થતી ના હતી. આ કપલ એ જણાવ્યું હતું કે તેમણે તેમની જ સોસાયટીમાં એક કેસ જોયો જેમાં એક 55 વર્ષીય મહિલાએ આઇવિએફના માધ્યમથી બાળકને જન્મ આપ્યો હતો.

આ એક એવી તકનીક છે કે જેના માધ્યમથી બાળક પેદા કરી શકાય છે. ત્યાર બાદ આ દંપત્તિએ પણ આઇવિએફ ટેકનીક દ્વારા એક વાર પ્રયાસ કરવાનો નક્કી કર્યું હતું. અને તેઓએ આ વિચારપર અમલ પણ કર્યો. હવે આ કપલ ડોકટર પાસે જાય છે અને તેઓએ ઓણ આ આઇવીએફ તકનીક દ્વારા બાળક પેદા કરવાનું નક્કી કર્યું.

આ ટેકનીકમાં ગર્ભધારણ માટે આ કપલ એ એક સ્પમ ડોનર પાસેથી સ્પમ લીધા અને આઇવિએફ ટેકનીક દ્વારા તેને મહિલાના પતિના શુક્રાણુ સાથે મિલન કરાવવામાં આવ્યું. આ રીતે તેઓએ આ તૈયાર થયેલાં ભ્રુણને દાદીના ગર્ભમાં મુકવામાં આવ્યું અને તેમની આ ટેકનીક સફળ રહી અને મહિલા ગર્ભવતી બની ત્યારે હવે એમ પણ નવાઈ નીંતો વાત એ હતી કે મહિલાએ જુડવા બાળકોને જન્મ આપ્યો.

ઘણી તકલીફો બાદ આખરે એ આ કપલ ને એક સારા ડોક્ટર મળ્યા અને બન્ને ના જીવનું એક સૌથી અગત્યનું સપનું સંપૂર્ણ રીતે પૂરું થયું હતું. દંપત્તિને એક એવી હોસ્પિટલ અને ડોક્ટરો મળ્યા કે જેઓના સફળ પ્રયત્નોને ચલતે દાદી 73 વર્ષે ગર્ભવતી બની. આ દાદી ની ડિલેવરી સીઝીરીયન કરવામાં આવી હતી.

આ દાદી નું સફળ ઓપરેશન કરનાર ડોક્ટર ઉમા શંકરે જણાવ્યું હતું કે માતા અને જુડવા બાળકીઓ બંને સ્વસ્થ છે. બાળકીઓ આગળના 21 દિવસ સુધી ડોક્ટરોની નિગરાની અને દેખરેખ હેઠળ રહેશે. એટેલ બાળકીઓને પેટીમાં રાખવામાં આવશે જુડવા હોવાના કારણે તેઓની ખાસ દેખ રેખ રાખવી જરૂરી છે. આ બાદ ખુદ દાદી એ પણ ઘણી ખુશી વ્યક્ત કરી હતી. થોડી નજર આપણે જુના આંકડા પર કરીએતો.

પહેલા સૌથી મોટી ઉંમરે જુડવા બાળકોને જન્મ આપનારનો રેકોર્ડ સ્પેનની ની એક મહિલા જેનું નામ મારિયા ડેલ કાર્મેન બોઉસાડા લારાના છે. તેની નામે આ રેકોર્ડ હતો. તેણે વર્ષ 2006 માં 66 વર્ષની ઉંમરે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. જોકે હવે આ રેકોર્ડ તૂટી ગયો છે અને હવે આ ભારતીય મહિલાએ પોતાનું નામ તેની ઉપર લખાવી દીધું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here