70 વર્ષ પછી શનિ દેવ થઈ રહ્યાં છે આ રાશિઓ પર પ્રસન્ન, થશે આકસ્મિક ધન લાભ, જાણીલો ક્યાંક તમારી રાશિતો નથીને?

મિત્રો આજનો દિવસ ખુબજ ખાસ છે. શનિદેવ માટે મોટે ભાગે એવુંજ કહેવાય છેકે શનિ હમેશાં તેમના પ્રકોપ માટેજ વધું જાણીતાં છે શનિ ના પ્રકોપ થી ભલભલા ની દશા ને દિશા બગડી જાય છે. ત્યારે આજે શનિ દેવની અમુક રાશીઓ પર કૃપા થઈ છે અને આ કૃપાથી આ જાતકો ને ખુબજ લાભ થવાનો છે.

મિત્રો શનિ દેવ જેટલો ગુસ્સો કરે છે તેના કરતાં પણ વધારે તે પ્રસન્ન થાય છે. ત્યારે આજે આ આ અમુક ખાસ રાશિઓની કિસ્મત ના દરવાજા ખુલી ચૂક્યાં છે. તો આવો જાણી લઈએ તેમના વિશે વિગતે.

મેષ રાશિ

મેષ રાશિ ના જાતકો માટે શનિદેવ ખુબજ સારા સમાચાર લાવી રહ્યાં છે. આ રાશિના નવમા ભાવમાં શનિ માર્ગી થશે. ધર્મ અને ભાગ્યના ભાવમાં શનિની ચાલ બદલાતા તમારુ ભાગ્ય સૂર્યની જેમ ચમકી ઊઠશે. તમે ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો. અધૂરા કામ પૂરા કરવામાં જીવ લગાવી દેશો. આ ગાળામાં તમને ક્ષમતા કરતા વધારે ધન મળી શકે છે.

ભાગ્યનો પૂરેપૂરો સાથ તમને મળશે. આજે તમારામાં ઉત્સાહ જોવા મળશે, આજે તમારામાં કલ્પનાશક્તિ અને સર્જનાત્મકશક્તિનો સંચાર થશે. આજે સાહિત્યકળાના ક્ષેત્રમાં તમારી ક્રિએટિવીટી જોવા મળશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારું પ્રદર્શન કરશે. ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળશે. દૈનિક કાર્યોમાં અવરોધ થશે. ઉચ્ચ અધિકારી ઓની સાથે વાદ-વિવાદ થાય નહીં તેનું ધ્યાન રાખો. મહેનત સામે ધાર્યું પરિણામ નહીં મળે.

વૃષભ રાશિ

વૃષભ રાશિ માટે શનિદેવ ના સંકેત છેકે બહાર નીકળતાં પેહલાં ધ્યાન રાખવું જોઈએ. વૃષભ રાશિના આઠમા ભાવમાં શનિ માર્ગી થઈ રહ્યા છે. આવામાં તેમને મૃત્યુ સમાન કષ્ટમાંથી મુક્તિ મળશે, ધનલાભ થશે. નોકરીમાં આવતી અડચણો સમાપ્ત થશે. કામના સ્થળે તમારે અનુકૂળ માહોલ ઊભો થશે.

સંતાનને કષ્ટમાંથી છૂટકારો મળશે. ફસાયેલા પૈસા મળી શકે છે.આજે માતાની તબિયત અંગે ચિંતા જોવા મળશે. આજે કોઈ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવા નહીં, આજે બપોર બાદ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. આજે ક્રિએટિવીટીમાં વધારો થશે. આજે તમે કોઈ ધાર્મિક કાર્ય કરશો.

મિથુન રાશિ

મિથુન રાશિ માટે શનિદેવ ધનલાભ લાવી શકે છે. મિથુન રાશિના જાતકોના સાતમા ભાવમાં શનિ માર્ગી થઈ રહ્યા છે. આ સ્થાન જીવનસાથી, પાર્ટનરશિપ, લગ્નજીવનનું સ્થાન છે. શનિના માર્ગી થવાથી જીવનસાથી સાથેનું મનદુઃખ દૂર થશે.

સ્વાસ્થ્ય સારુ રહેશે. નવા પાર્ટનરની સિદ્ધિ તમને ગર્વ અપાવશે. કાર્યમાં સફળતા મળવાના કારણે આજે તમારું મન પ્રસન્ન રહેશે. આજે પ્રતિસ્પર્ધીઓની હાર થશે. બપોર બાદ ઘરમાં વિસં વાદિતાનું વાતાવરણ જોવા મળશે. પરિવારજનોની સાથે વિવાદ થઈ શકે છે, મનમાં ગ્લાનિ વધશે. માતાનું સ્વાસ્થ્ય બગડશે. આજે નકારાત્મક વિચારો લાવવા નહીં. બપોર બાદ ભાગ્યવૃધ્ધિ થઈ શકે છે.

કર્ક રાશિ

શનિદેવ ની કૃપાથી કર્ક રાશિનાં એવા જાતકો જેમના લગ્ન નહીં થયાં તેવા જાતકોને લગ્ન યોગ બની રહ્યો છે. આ રાશિના છઠ્ઠા ભાવમાં શનિ માર્ગી થઈ રહ્યો છે. આ રોગ અને શત્રુનો ભાવ છે. તમને કોઈ લાંબા સમયથી કોઈ રોગ હેરાન કરતો હશે કે કોઈ શત્રુ પરેશાન કરતો હશે તો તેમાંથી મુક્તિ મળશે. તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. કામકાજ માટે થનારી યાત્રા સારા ફળ આપશે.

આજે લાંબા સમયના આયોજન વિશે વિચારવું નહીં. પરિવારજનોની સાથે તણાવપૂર્ણ વાતાવરણ જોવા મળશે, આજે કાર્યોમાં અપેક્ષામુજબની સફળતા મળશે નહીં. બપોર બાદનો આજનો સમય તમારો સારો છે. તબિયત સારી રહેશે.ભાઈ-બહેનોથી લાભ થશે.મનની ચિંતાઓ દૂર થશે.

સિંહ રાશિ

શનિ સિંહ રાશિના પાંચમા ભાવમાં માર્ગી થશે. આ સ્થાન સંતાન, ઉચ્ચ શિક્ષા અને પ્રેમનું સ્થાન છે. પાર્ટનર સાથે લાંબા સમયથી ઝઘડો ચાલતો હશે તો તે દૂર થઈ શકે છે. સંતાન સુખ પ્રાપ્ત થાય. સંતાન પ્રાપ્તિની અપેક્ષા રાખનાર લોકોને ગુડ ન્યુઝ મળશે.

આ ગાળામાં તમે સારી બચત કરી શકશો. આજનો તમારો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળશે. આજે તમે તમામ કાર્યો દ્રઢ નિર્ણયશક્તિથી કરશો. છતાં આજે તમારામાં ક્રોધની ભાવનાઓ જોવા મળશે. આજે મન શાંત રાખવું.સરકારી કાર્યોમાં લાભ થશે. પરિવારજનોનો સહકાર મળશે. આજે વધુ ખર્ચો થશે.

કન્યા રાશિ

કન્યા રાશિના ચોથા ભાવમાં શનિ માર્ગી થવા જઈ રહ્યો છે. આ સુખ, ઘર, જમીન અને માતાનો ભાવ છે. તમને આ ગાળામાં સુખની પ્રાપ્તિ થશે. માતાને લઈને તમે ઘણા સમયથી ચિંતામાં હશો તો હવે સમય આવી ગયો છે કે આ ચિંતા દૂર થાય.

આજે તમારું મન વધુ ભાવનાત્મક જોવા મળશે આજે ભાવનાઓના પ્રવાહમાં તણાઈને કોઈ અવિચારી કાર્ય થાય નહીં તે માટે સાવધાન રહેજો. ચર્ચા અને વિવાદથી દૂર રહેવું. કોઈની સાથે ઉગ્રતાપૂર્ણ વ્યવહાર થઈ શકે છે. તમારું માન-સન્માન વધશે. ક્રોધ પર સંયમ જાળવો. આત્મવિશ્વાસમાં વધારો થશે.

તુલા રાશિ

તુલા રાશિના ત્રીજા ભાવમાં શનિ માર્ગી થશે. આ સ્થાન પરાક્રમ, નાના ભાઈ-બહેનનો ભાવ છે. જો તમારે નાના ભાઈ-બહેન સાથે વિવાદ ચાલતો હોય તો તે સૂલઝાવી શકશો. આ ગાળામાં તમારા ખર્ચમાં વૃદ્ધિ થઈ શકે છે.

આથી સમજી વિચારીને ખર્ચ કરો અને બિનજરૂરી ખર્ચ કરવાથી દૂર રહો. આજે પ્રવાસ પર જવાનો અને મિત્રોને મળવાનો દિવસ છે. વેપારીઓને લાભ થશે.સંતાનોની સાથે સંબંધ સુધરશે. બપોર બાદ તબિયત ખરાબ થઈ શકે છે. આજે વધારે સંવેદનશીલ રહેવું નહીં. આજે ઉગ્ર વાદ-વિવાદથી બચીને રહેવું. કાયદાકીય વિષયોમાં વિચારીને નિર્ણય લેવા.

વૃશ્ચિક રાશિ

આ રાશિના જાતકોના બીજા ભાવમાં શનિ માર્ગી થવા જઈ રહ્યો છે. તમારો કોઈની સાથે ઝઘડો ચાલતો હશે તો તે સમાપ્ત થશે. પરિવારમાં બધા સાથે તમારા સંબંધો મધુર બનશે. તમને મોટો ધનલાભ થઈ શકે છે. વારસાગત સંપત્તિમાં મળનારા લાભમાં થોડો વિલંબ થયો હશે તો તે હવે પૂરો થશે.

આજે મનોબળ અને આત્મવિશ્વાસથી તમારા પ્રત્યેક કાર્ય સરળતાથી પૂરા થશે. વેપારીઓના કાર્યની આજે પ્રશંસા કરવામાં આવશે. આજે ઉચ્ચ અધિકારીઓ તમારી પ્રશંસા કરશે અને પ્રમોશનની સંભાવનાઓ છે. પિતાની સાથેના સંબંધો સુધરશે પિતા તરફથી લાભ પણ થશે. મિત્રવર્ગથી લાભ થશે. બપોર બાદ મનમાં કુવિચારો જોવા મળી શકે છે.

ધન રાશિ

શનિ તમારી જ રાશિમાં માર્ગી થવા જઈ રહ્યા છે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો મહેસૂસ કરી શકશો. નોકરીમાં લાભ મળશે. ભાઈ-બહેનનો પૂરેપૂરો સાથ સહકાર મળીશકશે. કામકાજની દૃષ્ટિએ ઉન્નતિનો યોગ બની રહ્યો છે.

આજનો તમારો દિવસ ધાર્મિક જોવા મળશે આજનો તમારો વ્યવહાર ન્યાયપ્રિય રહેશે. હાનિકારક કાર્યોથી દૂર રહેજો. ક્રોધ પર સંયમ જાળવો. આજે તમને સફળતા મળશે.ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળશે. પ્રમોશન થશે. ગૃહસ્થજીવનમાં મધુર વાતાવરણ જોવા મળશે.

મકર રાશિ

મકર રાશિના જાતકોને ખરાબ સમાચાર માડી શકે છે. મકર રાશિ માટે શનિ બારમા ભાવમાં માર્ગી થઈ રહ્યા છે. આ ગાળામાં શત્રુઓથી તમને હેરાનગતિ થઈ શકે છે. પૈસાના ખર્ચમાં વધારો થઈ શકે છે જેને કારણે માનસિક ચિંતાઓમાં વૃદ્ધિ થાય.

જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. વિરોધીઓ તમારા પર હાવી રહે એવું પણ બને. આજે તમારે સાવધાની જાળવવી, આજે તબિયત સાચવવી અને નકારાત્મક વિચારોથી દૂર રહેવું. આજે આકસ્મિક ખર્ચાઓ થવાની સંભાવના છે. છતાં પણ બપોર બાદ તમે રાહતનો અનુભવ કરશો. આજે ધાર્મિકસ્થળોએ ભેટ ધરવાથી તમારા મનને શાંતિ મળશે. સ્વભાવમાં ક્રોધ અને ઉગ્રતા જોવા મળશે. ક્રોધ પર સંયમ જાળવવો.

કુંભ રાશિ

આજે શનિદેવ ની કૃપાથી ધાર્યા કામ પાર પડી શકે છે. શનિદેવ કુંભ રાશિના અગિયારમા ભાવમાં માર્ગી થશે. તેને આવક ઈચ્છાપૂર્તિનું સ્થાન માનવામાં આવે છે. જો તમારી ઈચ્છા ઘણા સમયથી અધૂરી હશે તો તે પૂરી થશે. નોકરી બદલવાનું વિચારતા હશો તો સારી તક મળશે.

આ ગાળામાં તમારી વૃદ્ધિ થશે. દાંપત્યજીવનમાં વાતનું વતેસર થાય નહીં તેનું ધ્યાન રાખજો. અદાલતના કામોથી સંભાળજો. સામાજિક દ્રષ્ટિએ અપમાન સહન કરવું પડે નહીં તેનું ધ્યાન રાખજો. આજે નવા કાર્યોની શરૂઆત કરવી નહીં. આજે ઉત્સાહનો અભાવ જોવા મળશે. પ્રાર્થના અને આધ્યાત્મિકતા તમારા મનને શાંતિ આપશે

મીન રાશિ

મીન રાશિ માટે શનિ દેવની કૃપા વરદાન થી કમ નથી. મીન રાશિના જાતકો માટે શનિદેન દસમા ભાવમાં માર્ગી થઈ રહ્યા છે. આ સ્થાનને કર્મ ભાવ કહેવાય છે. શનિને કારણ કામનું પ્રેશર ઘટશે. માનસિક રાહત મળશે. નોકરી કરનારા જાતકોના કામથી બૉસ ખુશ રહેશે.

આ ગાળામાં તમને જબરદસ્ત ધનલાભ થવાની શક્યતા છે આજે મન ચિંતા મુક્ત રહેશે આજે તમે ઉત્સાહનો અનુભવ નહીં કરી શકો. આજે કાર્યો પૂર્ણ થવામાં સમસ્યાઓ જોવા મળી શકે છે. સહકાર્યકરોનો સહકાર નહીં મળે. દાંપત્યજીવનમાં તકરાર લાંબા સમયસુધી જોવા મળે નહીં તેનું ધ્યાન રાખો. વેપારમાં ભાગીદારોથી સંભાળવું. અદાલતના વિષયથી દૂર રહેજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here