19 દિવસ માં 5 ગોલ્ડ મેડલ, હીમાં દોડે છે જેમ કે સફેદ ઘોડા પર ઘોડેસવાર

એવા માં જગરમગર સ્ટેડિયમો માં હીમાં દાસ દોડી રહી છે. સતત, રુક્યા વગર, પાછળ જોયા વગર, વગર એ જોયે કે કોઈ તેની સાથે ઉભું છે કે નહીં, કોઈ એના માટે તાળી વગાડે કે નહિ એ જીતતી જઇ રહી છે, હીમાં દાસ એ 19 દિવસ માં 5 આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ જીત્યા છે.

જુલાઈ ના મહિને હીમાં દાસ માટે ગોલ્ડન મહિનો પણ કહી શકાય છે. આ મહિને તે જે ટ્રેક પર પગલાં રાખી રહી છે,ત્યાંથી સોનુ લઈ ને જ પાછી આવે છે,એક નજર નાખીએ છે હીમાં ના ગોલ્ડન જુલાઈ પર 2 જુલાઈ પોઝનાન એથલેટિક્સ ગ્રાન્ડ પ્રિકસ. 200 મીટરની રેસ હીમાં એ 23.56 સેકન્ડમાં પુરી કરી દિધી પહેલો ગોલ્ડ.

7 જુલાઈ પોલેન્ડમાં કૂટનો એથ્લેટીક્સ મીટ. 200 મીટરની રેસ 23.97 સેકંડમાં પુરી કરી અહીં પણ ગોલ્ડ. 13 જુલાઈ,ચેકરિપબ્લિકમાં મેમોરિયલ એથલેટિક્સ 200 મીટર રેસ ને 23.43 સેકન્ડ માં પુરી કરી એક બીજો ગોલ્ડ.

17 જુલાઈ,ચેક રિપબ્લિકમાં જ તાબોર ઍથ્લેટિક્સ મીટર 200 મીટર ની રેસ 23.25 સેકન્ડ માં પુરી કરી ચોથો ગોલ્ડ. 20 જુલાઈ,ચેક રિપબ્લિકમાં જ નોવે મેસ્ટો નાડ મેટુજી ગ્રાન્ડ પ્રિકસ 400 મીટરની રેસમાં પ્રથમ સ્થાન એક બીજો ગોલ્ડ.

હિમા દાસે ટ્વીટર પર 400 મીટરની સ્પર્ધામાં ગોલ્ડ જીત્યાના સમાચાર શેર કર્યા. ફૂટબોલ રમવા માંગતી હતી હીમાં.

શરૂઆતમાં, હીમાં દાસ ને ફૂટબોલ રમવામાં રસ હતો. તે તેના વિસ્તારના છોકરાઓ સાથે ફૂટબોલ રમ્યા કરતી હતી. 2014 માં ઇન્ટર સ્કૂલ ટૂર્નામેન્ટ દરમિયાન,જવાહર નવોદય વિદ્યાલયના રમતના શિક્ષક,શમ્સ ઉલ હક, ની તેના પર નજર પડી,તેઓએ હિમાને સલાહ આપી કે તારે દોડવું જોઈએ.

શમ્સે એ જ તેને ગૌરી શંકર રોય સાથે પરિચય કરાવ્યો. તે એ સમયે નગાંવ સ્પોર્ટ્સ એસોસિએશનમાં હતા. હીમાં ને તેમની અંડર ટ્રેનિંગ લીધી અને જીલ્લા સ્તરની સ્પર્ધામાં સિલેક્ટ થઈ. અહીં બે ઇવેન્ટમાં તેમને પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ ટુર્નામેન્ટ માં હીમાં પર તેમના વર્તમાન કોચ નિપોન દાસ ની નજર પડી. હિમાન રૉ પ્રતિભાથી તે એટલા પ્રભાવિત થયા કે તેમને હીમાં ને તાલીમ આપવાનું નક્કી કર્યું. તે તેમના ઘરે ગયા, તેમને કહ્યું કે હીમાં ને તાલીમ માટે ગુવાહાટી મોકલી દે. પરંતુ શરૂઆતમાં ઘર વાળા આ માટે રાજી નહીં થયા. ઘણા બધા માંન મનોવલ પછી એ માની ગયા.

પહેલી જીત અને ઇતિહાસ માં દર્જ થયું નામ

2018 માં જુલાઈ નો જ મહિનો, તારીખ 12, હીમાં દાસ એ ફિનલેન્ડના ટેમ્પરમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ માં 400 મીટર અંડર 20 રેસ માં ગોલ્ડ જીત્યો. અને તેનું નામ ઇતિહાસમાં નોંધાય ગયું. તે ઇન્ટરનેશનલ એસોસિએશન ઑફ એથલેટિક્સ ફેડરેશન,એટલે કે આઇએએએફ ના કોઈ ટૂર્નામેન્ટમાં ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બની.

ટુર્નામેન્ટ જીત્યા પછી, હિમાએ તેના ઘરે ફોન કર્યો. ભારત માં રાત થઈ ગઈ હતી, ઘર વાળા સુવાની તૈયારી માં હતા, ત્યારે હીમાં એ કહ્યું હતું મેં હંગામો મચાવી દીધો છે અને તમે લોકો સુતા રહો. જ્યારે ઘર વાળાએ પૂછ્યું થયું શુ છે તો હીમાં એ આ કહી ને ફોન મૂકી દિધો કે સવારે ખબર પડી જશે. બીજા દિવસે મીડિયા જ્યારે તેમના ઘરે પહોંચી ત્યારે ઘર વાળા ને ખબર પડી કે તેમની છોકરી એ શુ કમાંલ કરી દીધો છે.

ટેમ્પર માં થયેલ એ જીત પછી હીમાં એ કોઈ દિવસ પાછળ ફરીને નથી જોયું. તે સતત જીતથી જઇ રહી છે. પરંતુ એક બીજી વાત છે જે તેમને સૌથી અલગ બનાવે છે. એ છે અસમ માટે તેનો પ્રેમ તે સતત અસમથી સબંધિત મુદ્દા ને વિશે ટ્વીટ કરે છે. તાજેતરમાં આસામ માં આવેલ પુર માટે હીમાં દાસ એ પોતાનો અડધો પગાર સીએમ રાહત ફંડમાં આપી દીધા. તેની સાથે જ તેમણે લોકોને અપીલ કરી કે એ વધારે મદદ કરે.

આટલું જ નહીં,તેમને મોન જઈ (મેરી ચાહત) નામના એક એક્ટિવિટી ગ્રુપ પણ બનાવ્યું છે. જે કેટલાક સામાજિક મુદ્દા પર અવાજ ઉઠાવે છે અને લોકોની મદદ કરે છે. તાજેતરમાં,આસામ બોર્ડની 12 માં ની પરીક્ષામાં,તેણે પ્રથમ સ્થાન મેળવ્યું છે.

હિમાની સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને સોસિયલ મીડિયા પર લોકો તેને ઉડનપરી, ગોલ્ડન ગર્લ કહેવા લાગ્યા છે. અમે આશા કરીએ છે કે હીમાં આમ જ દોડતી રહે અને વાદળો પર પગ રાખીને તારાઓથી આગળ સુધી જાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here