આ છે શિક્ષક પરિવાર, માતા-પિતાથી લઇને દીકરો, 5 દીકરી-જમાઇ, 5 ભાણા-ભાણી, બધા છે ટીચર

જિલ્લામાં એક એવો પરિવાર છે જ્યાં માતા-પિતાથી લઇને દીકરો, 5 દીકરીઓ-જમાઇ અને 5 ભાણા-ભાણીઓ તમામ શિક્ષક છે. આ જ કારણે ઠાકુર પરિવારની અલગ ઓળખ છે. વરિષ્ઠ અધ્યાપક રહેલા શિવશંકર, પત્ની બસંતી, દીકરો વૈભવ ઠાકુર સહિત 6માંથી 5 દીકરીઓ અને 4 જમાઈ શિક્ષક છે. ખાસ વાત એ છે કે આ પરિવારનો દીકરો વૈભવ ઠાકુર સંસ્કૃત પ્રાધ્યાપક પરીક્ષામાં રાજસ્થાનમાં ટોપર રહ્યો છે.

પૂત્રવધૂ પણ શિક્ષક બનવાની તૈયારીમાં

આ પરિવારના મોટાભાગના શિક્ષક-શિક્ષિકાઓ આ જ જિલ્લાની સ્કૂલોમાં ભણાવે છે. તાજેતરમાં જ પૂત્રવધૂ વૈશાલી ઠાકુર પણ 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં રાજસ્થાન મેરિટમાં આવી ચૂકી છે અને એમએ બીએડ કર્યા પછી સેકન્ડ ગ્રેડની પરીક્ષા આપીને શિક્ષિકા બનવાની તૈયારીમાં છે.

પરિવારના મુખિયા શિવશંકર ઠાકુર અને તેમની પત્ની બસંતી એક વર્ષ પહેલા જ રિટાયર થઇ ચૂક્યા છે. તેમના દીકરા વૈભવ બડોદિયા સ્કૂલમાં સંસ્કૃતના પ્રાધ્યાપક છે. તેમને છ દીકરીઓ છે, જેમના લગ્ન થઇ ચૂક્યાં છે. મોટા જીજાજી વરિષ્ઠ શિક્ષક પદ અને 2 જીજાજી સરકારી નોકરીમાંથી રિટાયર થઇ ચૂક્યા છે. એક દીકરી ભાવના જોષી પણ બીએ પાસ છે.

પરિવારમાં આ છે શિક્ષક-શિક્ષિકાઓ

મુખિયા શિવશંકરના દીકરા વૈભવ સંસ્કૃતના પ્રાધ્યાપક, 6માંથી 5 દીકરીઓ શોભના, સુલોચના, ચિત્રા ઉપાધ્યાય, અનામિકા શુક્લા, દીપ્તિ ઠાકુર, જમાઇ રાજેશપ્રસાદ ઠાકુર (પ્રધાનાચાર્ય), હિતેષ જોશી, નીરજ ઉપાધ્યાય (પ્રાધ્યાપક) અને નીલેશ ઠાકુર, ભાણી શર્મિષ્ઠા જોશી, ભાણિયો હેમંત જોશી, ડૉ. રાજેશ જોશી (કોલેજ વ્યાખ્યાનકાર), હિતેષ પુરોહિત, પવન જોશી, હરેન્દ્ર જોશી (પ્રાધાનાચાર્ય) એમએ સંસ્કૃતમાં ગોલ્ડ મેડાલિસ્ટ પણ શિક્ષકો જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here