3 જૂન વટસાવિત્રી વ્રતઃ આ વખતે બની રહ્યા છે 4 મોટા સંયોગ

આજનો દિવસ છે ખૂબ જ મહત્વનો

હિંદુ ધર્મમાં વૈશાખ મહિનાની અમાસનો દિવસ ધાર્મિક દ્રષ્ટીએ ખૂબ જ મહત્વનો છે. આ દિવસની અમાસને વડ અથવા વટ સાવિત્રી અમાવસ્યા કહે છે. આ દિવસે લગ્ન થઈ ગયેલી સ્ત્રીઓ વ્રત રાખે છે અને વિધિ વિધાન સાથે વડ અથવા પીપળાના વૃક્ષની પૂજા કરી પતિના દીર્ઘાયુ માટે કામના કરે છે. ત્યારે આ વર્ષે વટ સાવિત્રીના વ્રતનું વિશેષ મહત્વ વધી જશે કેમ કે આજના દિવસે 4 મોટા સંયોગ બની રહ્યા છે. આ વર્ષે વટ સાવિત્રીનો તહેવાર આજે એટલે કે સોમવારે આવ્યો હોવાથી સોમવતી અમાસ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને ત્રિગ્રહી સંયોગ થાય છે. આ ઉપરાંત આજના દિવસે શનિ જયંતિ પણ ઉજવવામાં આવે છે. જેથી આજે પીપળાની પૂજાથી શનિ મહારાજ પ્રસન્ન થાય છે.

સોમવતી અમાસ

વટ સાવિત્રીના દિવેસ સોમવતી અમાસ હોવાથી પીપળના વૃક્ષની પૂજાથી પિતૃગણ પ્રસન્ન થાય છે. આ દિવસે પીપળને પાણી ચઢાવવું આને પૂજા કરવાથી જીવનમાં પિતૃ દોષા કારણે આવતી મુશ્કેલીઓ દૂર થાય છે. પીપળાના વૃક્ષ નીચે પાંચ પ્રકારની મીઠાઈને પીપળના વૃક્ષ નીચે ભોગ ધરાવી પીતૃઓનું ધ્યાન કરો. આ પ્રસાદને ઘરે લાવવાની જગ્યાએ ત્યાં રહેલા લોકોમાં વાટી દેવાથી ઘરમાં સુખ સમૃદ્ધી આવશે. જે યુવક યુવતિઓના વિવાહમાં પિતૃદોષની વિલંબ થતો હોય તેઓ આ દિવસે પિતૃ નિમિત્તે દાન કરે તો તેનાથી લાભ પ્રાપ્ત થાય છે.

સર્વાર્થ સિદ્ધિ યોગ

આ દિવસે વટ સાવિત્રીનું વ્રત અને સર્વાર્થ સિદ્ધિ યોગનો અદભૂત સંયોગ છે. આ યોગના નામ પ્રમાણે તે તમામ પ્રકારની મનોકામના પૂર્ણ કરે છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ સૂર્યોદયથી લઈને રાત્રિના અંત સુધી છે. આ યોગમાં પૂજાપાઠ અને દાન પુણ્ય કરવાથી પિતૃ દોષ દૂર થાય છે. અને તમામ કાર્યોમાં તમને વિશેષ સફળતા મળે છે.

અમૃત સિદ્ધિ યોગ

જ્યોતિષ અનુસાર જ્યારે સર્વાર્થ સિદ્ધિ યોગ સાથે અમૃત સિદ્ધિ યોગ બને છે તો આ મુહૂર્ત વિશેષ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે વટ સાવિત્રી વ્રત હોવાના કારણે મહિલાઓને અખંડ સૌભાગ્ય સાથે સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે બંને યોગ હોવાથી કોઇપણ કામનો પ્રારંભ કરો તો સફળતા ચોક્કસ મળે છે. તમને સકારાત્મક ફળની પ્રાપ્તિ થશે.

ત્રિગ્રહી યોગ

મિથુન રાશિમાં મંગળ, રાહુ અને બુધનો ત્રિગ્રહી યોગ બન્યો છે. આ સંયોગમાં પીપળા અથવા વડના ઝાડની પૂજાથી શનિ, મંગળ, રાહુનો અશુભ પ્રભાવ દૂર થાય છે. આ દિવસે વટ વૃક્ષના નીચે સાવિત્રી સત્યવાનની કથાનું શ્રવણ કરવાથી મનોવાંછિત ફળ મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here