આ 3 મહિલાઓ બાઈક લઈને લંડન જશે, વાંચો વધુ

સુરતની ‘બાઈકિંગ ક્વીન્સ’ સાહસ બતાવવા તૈયાર

સુરતના બાઈકિંગ ગ્રુપ ‘બાઈકિંગ ક્વીન્સ’ના મહિલા સભ્યો ભારતથી લંડનના બાઈક પ્રવાસ પર નીકળશે. આ અભિયાનમાં સામેલ ત્રણ મહિલા બાઈક રાઈડર્સ ત્રણ મહાદ્વીપો, એશિયા, યુરોપ અને આફ્રિકાના 25 દેશોમાંથી પસાર થઈ લંડન જશે. આ પ્રવાસની થીમ નારી ગૌરવ હોવાનું જણાવાઈ રહ્યું છે.

વારાણસીથી કરશે અભિયાનની શરૂઆત

અભિયાનની વિધિવત્ શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીથી 5 જૂને થશે. અભિયાનને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. અભિયાનમાં સામેલ રાઈડર્સ પીએમ મોદીના ‘બેટી બચાવો, બેટી પઢાઓ’, ‘સશક્ત નારી-સશક્ત ભારત’ અને ‘સ્વચ્છ ભારત’નો સંદેશ આપશે. અભિયાનનું નેતૃત્વ સારિકા મહેતા કરશે.

આ દેશોમાંથી પસાર થશે

‘બાઈકિંગ ક્વીન્સ’ના સારિકા મહેતાનું માનવું છે કે, આ પ્રવાસ નારીત્વનો સૌથી સાહસિક અને નિડર પ્રવાસ છે. વીમેન પ્રાઈડ માટે રાઈડર્સ નેપાળ, મ્યાનમાર, થાઈલેન્ડ, લાઓસ, ચીન, કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, રશિયા, લાતવિયા, લિથુઆનિયા, બેલારુસ, પોલેન્ડ, ચેકોસ્લોવાકિ જર્મની, ઓસ્ટ્રિયા, લિકટેન્સ્ટીન, સ્વિટ્ઝરલેન્ડ, નેધરલેન્ડ, બેલ્જિયમ, ફ્રાંસ, સ્પેન, મોરક્કોથી પસાર થઈ લંડન પહોંચશે.

ખાસ વાત એ છે કે, આ ગ્રુપ ભારતના સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટની ઉજવણી સ્પેનમાં કરશે.

ગ્રુપ લીડર પહેલા પણ કરી ચૂકી છે વારાણસીનો પ્રવાસ

અભિયાનમાં સારિકાની સાથે જિનલ શાહ અને રૂતાલી શાહ સામેલ છે. ગ્રુપ લીડર સાઈકોલોજિસ્ટ ડૉ. સારિકા શાહ આ પહેલા પણ સુરતથી પોતાની બાઈકિંગ ક્વીન્સની ટીમ સાથે વારાણસીનો પ્રવાસ કરી ચૂકી છે. આ પ્રવાસ પણ 15 રાજ્યો, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તમિળનાડુ, કન્યાકુમારી, હૈદરાબાદ, મદ્રાસ, તેલંગણા, ઝાંસી, કાનપુર થઈ વારાણસીમાં પુરો થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here