રેલ્વેમાં 35000 નોકરીઓઃ આ પદ માટે થઈ રહી છે ભરતી, કરો અપ્લાય

સરકારી નોકરી એ આપણા દેશમાં ઘણા બધા યુવાનો નું સપનું હોઈ છે. અને એમાં પણ કેન્દ્ર સરકારમાં જોબ એતો વિશેષ છે. અહીં આજે અમે આપને રેલવે ભરતી વિશે જણાવીએ છે જે આપને ગમેં તો શેર કરજો કેમ કે કોઈનું આ એક શેર થી સારું થઈ શકે છે.

રેલ્વે રિક્રૂટમેન્ટ બોર્ડની તરફથી 1.30 લાખ પદો માટે ભરતી કરવાની છે અને આ ભારતીની શરૂઆત એનટીપીસી પદથી થઇ છે. રેલ્વે 35277 પદો માટે નોટિફિકેશન જારી કરી દેવામાં આવી છે અને આ માટે અરજીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. જાણો આ ભરતીથી જોડાયેલી કેટલીક મહત્વની વાતો.

રેલ્વેએ 1 માર્ચ 2019 થી 35277 પદ માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી હતી અને આ ભરતીમાં અરજી કરનાર ઇચ્છુક ઉમેદવારો 31 માર્ચ સુધી આ પદો માટે અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા શરૂ થવાની સાથે જ ઉમદેવારોની લાંબી આતુરતાનો અંત આવશે.

આરઆરબીએ આ ભરતી માટે પોતાના ઝોનની વેબસાઇટ પર લિંક એક્ટિવ કરી દીધી છે, જ્યાં અરજી કરનારા ઇચ્છુક ઉમેદવારો અપ્લાય કરી શકે છે. સાથે જ ઉમેદવારો 5 એપ્રિલ 2019 સુધી ફીની ચૂકવણી કરી શકે છે. તો બીજી તરફ ઉમદેવારોની પસંદગી માટે જૂન-સપ્ટેમ્બરમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

આ 35277 પદોમાંથી તમામ પદ નૉન ટેક્નિકલ પૉપ્યુલર કેટેગરીના છે. જેમાં અંડરગ્રેજ્યુએટ્સ માટે 10628 પદ જ્યારે ગ્રેજ્યુએટ્સ માટે 24649 પદ આરક્ષિત છે.

આ છે પદ:

 • જૂનિયર ક્લર્ક કમ ટાઇપિસ્ટ – 4319
 • એકાઉન્ટ્સ ક્લર્ક – 760
 • જૂનિયર ટાઇમ કિપર – 17
 • ટ્રેન ક્લર્ક- 592
 • કમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક – 4940
 • ટ્રાફિક આસિસ્ટન્ટ – 88
 • ગુડ્સ ગાર્ડ – 5748
 • સીનિયર કમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક- 5638
 • જૂનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ- 3164
 • સીનિયર ટાઇમ કિપર – 14
 • કમર્શિયલ અપ્રેન્ટિસ – 259
 • સ્ટેશન માસ્ટર – 6865

યોગ્યતા:

ઉમેદવારોની યોગ્યતા તેમના પદ પર આધાર છે. પરંતુ ઉમેદવારો 12 ધોરણ પાસ હોવા જરૂરી છે અને ઘણા પદ માટે ગ્રેજ્યુએટ હોવા જરૂરી છે.

વય સીમા:

આ પદો માટે 18-30 વર્ષ સુધી ઉમેદવારો અપ્લાય કરી શકે છે. તેમની ઉંમર 1 જૂલાઇ 2019 ના આધાર પર નક્કી કરવામાં આવેલી છે. જોકે આ અંગેની વિસ્તૃત જાણકારી તમે સત્તાવાર નોટિફિકેશનમાં મેળવી શકો છો.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારોની પસંદગી કમ્પ્યૂટર બેસ્ડ ટેસ્ટ અને પીઇટીના આધારે કરવામાં આવશે.

આ રીતે કરો અરજી:

અરજી કરવા માટે ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે. આ માટે ઝોનલ વેબસાઇટ પર અરજી કરવાની લિંક પર ક્લિક કરો, ત્યાર પછી માંગેલી જાણકારી ભરતા અરજી કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here