ગુજરાતની બાકી 25 બેઠકો માટે ભાજપનું દિલ્હીમાં મંથન ચાલી રહ્યું છે. કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ગુજરાતના સાંસદોની કામગીરી મુદ્દે ચર્ચા કરાઇ. ત્યારે વર્કકાડના આધારે ભાજપ કેટલાક સાંસદોને રિપિટ પણ કરી શકે છે.
ત્યારે મળતી માહિતી મુજબ ગુજરાતમાં ભાજપ 12 જેટલા સાંસદોને રિપિટ કરી શકે છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને ભાજપ ફરી ટિકિટ આપી શકે છે. તો સુરતથી દર્શનાબેન જરદોશ અને ખેડાથી દેવુસિંહને ભાજપ રિપિટ કરી શકે છે.
12 સાંસદ થઇ શકે છે રિપિટ
1. વડોદરા – રંજનબેન ભટ્ટ
2. સુરત – દર્શનાબેન જરદોશ
3. ખેડા – દેવુસિંહ
4. નવસારી – સી.આર.પાટીલ
5. છોટાઉદેપુર – રામસિંહ રાઠવા
6. કચ્છ – વિનોદ ચાવડા
7. રાજકોટ – મોહન કુંડારિયા
8. જૂનાગઢ – રાજેશ ચુડાસમા
9. જામનગર – પુનમ માડમ
10. સાબરકાંઠા – દીપસિંહ રાઠોડ
11. ભરૂચ – મનસુખ વસાવા
12. દાહોદ – જશવંતસિંહ ભાભોર
આ ઉપરાંત પીએમ મોદીના નજીકના ગણાતા સી.આર.પાટીલને પણ રિપિટ કરાશે. તો છોટાઉદેપુરના સાંસદ રામસિંહ રાઠવાને ભાજપ ફરીથી ટિકિટ આપશે. કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને રાજકોટથી મોહન કુંડારિયાને ફરી તક મળી શકે છે.
જ્યારે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને રિપિટ કરી શકે છે. જામનગરથી પુનમ માડમ અને સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડને ભાજપ રિપિટ કરી શકે છે. તો સાથે જ ભરૂચના સાંસદ મનસુખ વસાવાને પણ રિપિટ કરી શકે છે. દાહોદથી જશવંતસિંહ ભાભોરને ફરી તક આપી શકે છે.