11 જૂન 2019 નું આપનું રાશિફળ, આ રાશિને આજે ધનલાભ તો બીજી રાશિને ધનસંકટ

મેષ(Aries)

આજે વેપાર સામાન્ય રહેશે, મનોરંજન કાર્ય પર ખર્ચો થઈ શકે છે. આજે તમને તમારી પ્રતિભાનો લાભ મળશે અને નવી યોજનાઓથી લાભ થશે. બીમાર વ્યક્તિની તબિયતમાં સુધારો થશે અને નસીબ 75 ટકા સાથ આપશે.

વૃષભ(Taurus):

આજે કોઈ નવું કાર્ય કરવું નહીં, જોખમી રોકાણથી બચજો અને આજે વાદ-વિવાદમાં પડવું નહીં. ક્રોધ પર નિયંત્રણ રાખો અને આજે તમારા ખર્ચામાં વધારો થઈ શકે છે. સ્નેહીજનો સાથે મનભેદ થઈ શકે છે. નસીબ 45 ટકા સાથ આપશે.

મિથુન(Gemini):

આજે પરાક્રમમાં વધારો થશે અને તમારું મનોબળ વધશે. નવા સંપર્ક બનશે અને તેનાથી તમને લાભ થશે. વિદેશ જવા માગતા લોકો માટે આજે સારો દિવસ છે. આજે દૂરની લાંબી યાત્રા કરવાની તક મળશે અને કોઈ કાર્યમાં આજે તમને સરકાર તરફથી મદદ મળશે. નસીબ 70 ટકા સાથ આપશે.

કર્ક(Cancer):

આજે કોઈની સાથે લેવડદેવડ કરતા પહેલા સાવધાન રહેજો, મૂડી રોકાણ દરમિયાન પણ સાવધાન રહેવું. આજે કોઈને ઉધાર આપવા નહીં સાવધાન રહેવું. આજે કોઈને ઉધાર આપવા નહીં તેમજ રોકાયેલું ધન પરત આવવાની સંભાવના છે ક્રોધ અને વાણી પર સંયમ જાળવો, નસીબ 60 ટકા સાથ આપશે.

સિંહ(Lio):

આજે પ્રયાસ કરવાથી તમામ કાર્યમાં સફળતા મળશે, વેપાર અને વ્યવસાયમાં પ્રગતિની તક છે. વ્યાવસાયિક ક્ષેત્રમાં ભાગીદારીથી લાભ થશે. સ્નેહીજનો સાથે આનંદમાં સમય પસાર થશે અને તબિયત સારી રહેશે. આજે આનંદની પ્રાપ્તિ થશે અને નસીબ 80 ટકા સાથ આપશે.

કન્યા (Virgo):

આજે ખર્ચો વધારે થશે અને કારણ વિના યાત્રા પણ થઈ શકે છે. આજે ક્રોધ અને વાણી પર સંયમ જાળવજો, નકારાત્મક વિચારોથી દૂર રહેવું. ઈશ્વરની પ્રાર્થનાથી રાહત મળશે, વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. નસીબ 62 ટકા સાથ આપશે.

તુલા(Libra):

આજે આવકમાં વધારો થશે, ધનલાભ થશે. જોખમી રોકાણમાં લાભ મળી શકે છે અને તબિયત સારી રહેશે. સ્નેહીજનો સાથે મુલાકાત થશે અને ગિફ્ટ મળી શકે છે. નસીબ 72 ટકા સાથ આપશે.

વૃશ્ચિક(Scorpio):

આજે લાભ થશે અને સફળતા મળશે. આજે કાર્યમાં જોવા મળતી અડચણો દૂર થશે. સ્નેહીજનો તરફથી લાભ થશે. સામાજિક સમારોહ અને પર્યટન જેવા પ્રસંગોમાં જશો. આવકના સાધનો વધશે અને સ્વાદિષ્ટ ભોજન અને નવા વસ્ત્રોની ખરીદી થશે. નસીબ 82 ટકા સાથ આપશે.

ધન(Sagittarius)

આજે સમાજમાં સન્માન વધશે, વિરોધી હાર થશે અને યાત્રામાં લાભ થશે. આજે દરેક કાર્યમાં સફળતા મળશે અને સન્માન વધશે, નોકરીમાં પ્રમોશનનો યોગ છે. સ્નેહીજનો તરફથી ગિફ્ટ મળશે. નસીબ 78 ટકા સાથ આપશે.

મકર(Capricorn)

આજે વધારે મહેનત કરવી પડશે અને સામે લાભ ઓછો મળશે, કાર્યમાં અડચણ જોવા મળી શકે છે. આજે યાત્રા કરવી નહીં અને વાહન ચલાવતા સાવધાની રાખજો. આજે તમે ઝડપી નિર્ણય નહીં લઈ શકો. આજે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો નહીં. નસીબ 60 ટકા સાથ આપશે.

કુંભ(Aquarius)

આજે જો તમે નવો રોજગાર શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો ચોક્કસ આગળ વધો, સફળતા મળશે. અવિવાહિતો માટે વિવાહની વાત આજે આગળ વધશે. વેપારમાં પ્રગતિ થશે અને વેપારમાં ભાગીદારી સાથે ધૈર્યથી કામ લો. આજે નસીબ 70 ટકા સાથ આપશે.

મીન(Pisces)

આજે સંઘર્ષ બાદ સફળતા મળશે, નવો પ્રોજેક્ટ મળવાની સંભાવના છે. આજે શત્રુઓ હારશે, કાર્યમાં જોવા મળતી અડચણો દૂર થશે અને તબિયત સાચવવી. આકસ્મિક ધન પ્રાપ્ત થવાની સંભાવના છે, વસ્તુ ખરીદવા માટે સારો દિવસ છે. સ્નેહીજનો સાથે મુલાકાત થશે. નસીબ 75 ટકા સાથ આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here